ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટમાં ભાવનગરના શેખ મહમંદ ચેમ્પિયન

1252

ઓપન ગુજરાત ચેસ ટુર્નામેન્ટમાં વિજેતા બનતા ભાવેણાના કોચ કમ ઈન્ટર નેશનલ રેટેડ પ્લેયર શેખ મહમદને આગેવાનોએ શુભેચ્છા પાઠવી હતી.

તાજેતરમાં લોહાણા જ્ઞાતિની વાડીમાં આશરે ૧રપ ખેલાડીઓએ ભાગ લીધેલ જેમાં નેશનલ ઈન્ટરનેશનલ ગુજરાત ચેમ્પીયન ખેલ મહાકુંભ ચેમ્પીયન તેમજભ ાવનગરના અનેક ચેમ્પીયોને ભોગ લીધેલ. આ તમામ ખેલાડીઓ સાથે ચેસ ટુર્નામેન્ટમાં ભાવનગરના કોચ કમ ઈ.ને.પ. શેખ મહમદ અનબીટન રહીને ચેમ્પીયન બનેલ છે.  આ સાથે ભાવનગરના કોચ પાંચ વાર ભાવનગર ચેમ્પીયન તેમજ ખેલ મહાકુંભમાં હેટ્રીક ચેમ્પીયન તેમજ મોડાસા ખાતે ગુજરાત ઓપનમાં અનબીટન રહીને રનર્સઅપ બનેલ છે. આ સાથે કુલ અગીયારવાર ચેમ્પીયન બનેલ જેઓને ચેસ પ્લાયેર એસોસીએશન ઓફ ભાવનગરના સભ્યોએ શુભેચ્છા પાઠવેલ છે.

Previous articleધંધુકા- ધોલેરા પો.સ્ટે. દ્વારા ૩૬ લાખના દારૂનો નાશ કરાયો
Next articleચિતલમાં સરસ્વતી વિદ્યા મંદિર ખાતે ૪૮મો નેત્રયજ્ઞ યોજાયો