બોટાદકર પ્રાથમિક શાળામાં તમાકુ મુક્ત શાળા કાર્યક્રમ

1145

30શાળા તમાકુ મુકત બને અને તમાકુના વ્યસનથી લોકજાગૃતિ આવે તે હેતુથી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.ઓ.માઢક અને ઇ.એમ.ઓ.ડૉ. ચૌહાણના માર્ગદર્શનથી આજરોજ રોજ બોટાદમા અવેડા ગેટ પાસે આવેલ કવિ બોટાદકર પ્રાથમિક શાળા નં-૩ માં તમાકુ મુકત શાળા બને તેં માટેની પ્રવૃતિ કરવામાં આવી હતી. જેમા બાળકો સાથે તમાકુ વિશેની ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા અને સંગીત-ખુરશી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમા પ્રથમ,દ્વિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરેલ વિદ્યાર્થિઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમને સફળ બનાવવા જીલ્લા આઈ.ઇ.સી.અધિકારી એમ.કે. મૂંધવા,શાળાના આચાર્ય મહેન્દ્રભાઈ સી.ભાલગમિયા, રસિકભાઈ સરવૈયા વગેરે દ્રારા કામગીરી કરવામાં આવેલ હતી.

Previous articleનાની બોરૂં ગામે મુસ્લિમ શ્રધ્ધાળુ દ્વારા શ્રીમદ ભાગવત કથા યોજાઈ
Next articleમાર્કેટીંગ વિષય પર વ્યાખ્યાન યોજાયું