મ્યુ. બોર્ડમાં તમામ ઠરાવો સર્વાનુમતે મંજુર

844

ભાવનગર મહાનગર પાલિકા જનરલ બોર્ડ બેઠક મેયર મનભાો રોીના પ્રમુખ પદે મળેલ બેઠકમાં કમિ.ગાંધી, નાય કમિ.ગોવાણી વિગેરે હાજર રહેલ. બોર્ડમાં સાતેક ઠરાવો રજુ થયેલ.

પ્રશ્નોતરીમાં ઈકબાલ આરબે કુતરાના ત્રાસનો મુદ્દો ઉભો કરી આરોગ્ય સેન્ટરોમાં કુતરા કરડવાની રસી આપવાની માંગ ઉઠાવી હતી. કોંગીના જયદિપસિંહ ગોહિલે રસ્તાના કામો કેમ શરૂ થયા નથીની વાત કરી હતી, તેમણે આવાસ યોજના તળેના મકાનોની પણ રજુઆત કરેલ તેમણે કૈલાસ વાટીકા ફી મુદ્દે વિગતે રજુઆત કરેલ. આવાસ યોજના બાબતે સારી કામગીરી થઈ તે કામને આવકારવાની સુરેશભાઈ ધાંધલ્યાએ વાત કરી તેમણે વિપક્ષના નેતાની વાત સામે કોલ કર્યો હતો અને કોઈ લેવા જતુ નથી તેવી વાત પાયાવિહોથી ગણાવી હતી.

રાણાએ મકાનો પ્રોજેકટ મુદ્દે એમ જણાવ્યુ કે, માંગો ત્યારે મકાન એ સ્થિતીમાં કોર્પોરેશન છે. અભયસિંહ ચૌહાણે મોડા તો મોડા મકાનો તો થયાને એવી વિગત જણાવી કોર્પોરેશનની સારી કામગીરીને બીરદાવેલ, પાણી ટેન્કર મુદ્દે પણ સભ્યો દ્વારા રજુઆત થવા પામેલ જેમાં પ૦ ટકા વિસ્તારમાં ખાડામાંથી પાણી ભરવુ પડે તેમ ભરત બુધેલીયાએ વાત કરી હતી. કોંગીના રહિમ કુરેશીએ જીઆઈડીસી ૩૯પના પ્લોટ મુદ્દે અક્ષર પાર્ક ફાઉન્ડેશનની વિગત જણાવી તેનો ટેકસ માફ કરી શકાય ખરો, કુરેશીએ બીપીએમસી કાયદાની સમજણ આપી વિગતે ચર્ચા કરી હતી, તંત્રે આ પ્રકરણ તપાસી જવાની ખાતરી આપી હતી.

ભરતભાઈ બુધેલીયાએ સ્ટર્લીગ હોસ્પિટલના વેરાની વાત કરી તંત્રે ૧૯ લાખનો વેરો બાકી કોર્ટ મેટરની વિગત તંત્રે આપી. જીતુ સોલંકીએ એવી રજુઆત કરી કે, અધિકારીઓ મનસ્વી નિર્ણયો કરે તે શરમજનક બાબત કેવાય અક્ષર પાત્ર જેવુ ન બને તેવી તકેદારી રાખો. ઈકબાલ આરબે મટન માર્કેટનું ૯ થી ૧૦ લાખનું લાકડાનો કોઈ બંદોબસ્ત થતો નથી તેવી ફરીયાદ કરી. અરવિંદ પરમારે સરકારની ગ્રાન્ટ લેતી સ્કુલો, પ્રાથમિક સ્કુલો એનયુસીમાં ગણી શકાય કે કેમ તેવો પ્રશ્ન ઉઠાવી તેના પાસેથી પણ વેરો વસુલવા માંગ ઉઠાવી તેમણે કૈલાસ વાટીકામાં સ્કુલના વિધાર્થીઓને વગર ફીએ બગીચામાં જવા દેવાની વિગત જણાવી હતી.

કાંતિભાઈ ગોહિલે ચિત્રા કોમન પ્લોટમાં સારો બગીચો ગાર્ડન બનાવવાની  રજુઆત કરી તંત્રે જવાબ દિધો અમૃત યોજનામાં વિચારણા કરશું. કૈલાસ વાટીકા ફી મુદ્દે જયદિપસિંહે કહ્યુ કે, ફી લેવી હોય તો બધા બગીચાઓની ફી લેવી જોવે. અરવિંદ પરમારે મોતીબાગ, મહિલાગ બાગ ભંગાર સ્થિતીમાં છે. મોતીબાગમાં ભંગારનો ઉકરડો ભેગો થયાનું તંત્રના ધ્યાને વાત મુકી. રાજુભાઈ પંડયાએ કૈલાસ વાટીકાના સારા કામને બીરદાવ્યું હતુ. બોર્ડ બેઠકમાં પારૂલબેન ત્રિવેદી, અનિલ ત્રિવેદી, કુમાર શાહ, હરેશ મકવાણા વિગેરેએ વિવિધ પ્રશ્ને ચર્ચામાં ભાગ લીધો હતો.

Previous articleરાજ્યકક્ષાની શાળાકિય કબડ્ડી સ્પર્ધાનો પ્રારંભ
Next articleરાજુલા ચીફ ઓફિસરને સફાઈ કર્મીઓએ એટ્રોસીટીમાં ફસાવવાની ધમકી અપાતા પોલીસ પાસે રક્ષણ માંગ્યું