કલોલના ધાનજ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

725

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના ધાનજ ગામ ખાતે આજે સેવાસેતુંનો કાર્યક્રમ યોજાયો હતો. દશ ગામ વચ્ચે યોજાયેલ સેવાસેતુંનો લાભ ૩૮૮૦ અરજદારોએ લીધો હતો.

કલોલ તાલુકાના ઘાનજ ગામ ખાતે યોજાયેલ સેવાસેતુંનો પલસાણા, સઇજ, જાસપુર, વડસર, દંતાલી, ઉસ્માનાબાદ, ગણપતપુરા, સબાસપુરા ગામના ગ્રામજનોએ લાભ લીધો હતો. સેવાસેતું આવનાર ગ્રામજનોને કોઇ તકલીફ ન પડે તે માટે કલોલ મામલતદાર વી.આર.પટેલ, તાલુકા વિકાસ અધિકારી મૌલિક દોગા, વિસ્તરણ અધિકારી બળદેવભાઇ રબારીતથા ધાનજ ગામના તલાટી મનોજભાઇ બારોટ અને કર્મયોગીઓ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ધાનજ ગામના સેવાસેતુંમાં ૨૨૨૬ લાભાર્થીઓને ૭/૧૨, આઠ-અ ના પ્રમાણપત્રો, આયુષ્યમાન ભારત યોજના હેઠળ રૂ. પાંચ લાખની તબીબી સહાય માટેના ૧૦૫ લાભાર્થીઓને કાર્ડ આપવામાં આવ્યા હતા.

આ ઉપરાંત મિલ્કત ચકાસણી, આધારકાર્ડ, જન્મ – મરણના પ્રમાણપત્રો, આવકના દાખલા, મા વાત્સલ્ય કાર્ડ, પશુ સારવાર કેમ્પ તથા તબીબી સારવાર કેમ્પનો ગ્રામજનોએ લાભ લીધો હતો. ધાનજ ગામના સરપંચ પ્રવિણભાઇ પરમાર સહિત દશ ગામના તલાટીઓએ અરજદારોને વિવિધ યોજનાઓ અને પ્રમાણપત્રો આપવા માટે સુચારું આયોજન કરવામાં આવ્યું હતું.

Previous articleનાના ચિલોડામાંથી આંતરરાષ્ટ્રીય કોલસેન્ટર ઝડપાયું
Next articleકાશ્મિરી યુવાનોએ રાજયપાલ સમક્ષ કાશ્મિરમાં અશાંતિ-ભ્રષ્ટાચાર અંગે દર્દ ઠાલવ્યું