ટૂંક સમયમાં ભારત આવશે સોનાલી બેન્દ્રે

1030

બોલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે હાલ ન્યૂયોર્કમાં પોતાની કેવ્સરની સારવાર કરાવી રહી છે. સોનાલી સોશિયલ મીડિયા પર હાલના સમયે ખૂબ જ એક્ટિવ રહે છે. સમયાંતરે પોતાના ફોટો શેર કરતી રહે છે. સોનાલીએ પોતાના પતિ અને પુત્ર સાથે ન્યૂયોર્કમાં દિવાળી સેલિબ્રેટ કરી હતી. ત્યારબાદ એને પોતાની એનવર્સરી સેલિબ્રેચ કરી. ત્યારે હવે લાંબા સમય બાદ સોનાલી ઇન્ડિયા પાછી ફરી રહી છે. જી હાં લાંબા સમય બાદ સોનાલી ઇન્ડિયા પરત આવી રહી છે. તાજેતરમાં જ સોનાલીએ આ વાત જાણકારી સોશિયલ મીડિયા દ્વારા આપી છે. સોનાલીએ જણાવ્યું કે એ ઇન્ડિયા આવી રહી છે. સોનાલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી છી. આ પોસ્ટમાં સોનાલીએ ફરીથી પોતાની ફિલિંગ્સને લખી છે. સોનાલીએ લખ્યું છે કે, કહેવાય છે કે દૂરિયા દિલોને નજીક લાવે છે. ખરેખર એવું થાય છે કે પરંતુ આ વાતને ક્યારેય ખોટી ના માનશો. ઘરથી દૂર ન્યૂયોર્કમાં રહેતા મને અહેસાસ થયો કે હું કેટલી કહાનીઓ સાથે ચાલી રહી છું.

Previous articleફિલ્મ ૨.૦એ બે દિવસમાં ૧૯૦ કરોડની કમાણી
Next articleમોટા સ્ટાર સાથે કામ કરવાથી ખુબ ફાયદો થયો છે : સોનાક્ષી