સૈનિકોના સપોર્ટ માટે ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે કરી અપીલ

948

ભારતનો પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ હાલ સોશિયલ કાર્યોમાં પણ ઘણો સક્રિય બન્યો છે. આ વખતે સેહવાગે સશસ્ત્ર સેના ઝંડા દિવસ દ્વારા દિવ્યાંગ સૈનિકો અને શહીદ સૈનિકોની પત્નીઓની આર્થિક મદદ માટે દેશવાસીઓને અપીલ કરી છે. ૭ ડિસેમ્બરે દર વર્ષે આર્મ્ડ ફોર્સેસ ફ્લેગ ડે મનાવવામાં આવે છે. સેહવાગે આ ફંડમાં ડોનેશનની અપીલ કરી છે. આ સંબંધમાં વીરુએ પોતાનો એક રેકોર્ડિંગ વીડિયો બનાવ્યો છે. જેને કેન્દ્રીય સૈનિક બોર્ડે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. આ ટિ્‌વટને સેહવાગે પોતાના ટિ્‌વટર એકાઉન્ટ ઉપર રીટિ્‌વટ કર્યું છે.

આ ૨ મીનિટના વીડિયોમાં સેહવાગ કહે છે કે આજે હું તમને એક સામાન્ય ભારતીય નાગરિક તરીક વાત કરી રહ્યો છું. આ પછી સેહવાગે નાગરિકોને તેમની સુરક્ષાનો અહેસાસ કરાવતા કહ્યું હતું કે સરહદ પર આપણા જવાનો ઉભા છે તેથી જ આપણે શાંતિથી જીવી રહ્યા છીએ. આપણા સૈનિકો દુશ્મનોનો સામે છાતીએ સામનો કરે છે.

આ પછી વીરુ કહે છે કે શું તમે ક્યારે વિચાર કર્યો છે કે જ્યારે આપણા સૈનિકો સરહદ પર ઈજાગ્રસ્ત થાય કે શહીદ થઈ જાય તો તેમના પરિવારનું શું થાય છે. કોણ તેમની જવાબદારી ઉઠાવે છે, મદદ કરે છે.

Previous articleનાથન મેક્કુલમના મોતની અફવા ઉડતા ભાઈ બ્રેડન મેક્કુલમ ગુસ્સે ભરાયો
Next articleશ્રીલંકાએ થિરીમા, પ્રદીપને ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે પાછા બોલાવ્યા