લોકરક્ષકની પરીક્ષા રદ થતા દામનગરમાં વિદ્યાર્થીઓ રઝળી પડ્યા : તંત્ર સામે રોષ

699

લોકરક્ષક ભરતીની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. લોકરક્ષક ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી છે કે અસામાજિક તત્વો દ્વારા પરીક્ષાનું પેપર લીક કરાયું છે. જેથી લોકરક્ષક ભરતી માટેની પરીક્ષા આજે યોજાવાની નથી. આજે ૮,૭૬,૩૫૬ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતા. પરીક્ષા અગાઉ પેપર લીક થવા મામલે જાણ થઈ જેથી આ પગલા લેવાયા છે. તેમજ તેમણે જણાવ્યું છે કે પેપર લીક થવા મામલે જવાબદાર વિરુદ્ધ પગલાં લેવાશે. રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે રાજ્યના ૨૯ શહેરોમાં લોકરક્ષકની ૯,૭૧૩ બેઠકો માટે લેખીત પરીક્ષા લેવામાં આવાની હતી. થ્રિ-લેયર બંદોબસ્ત વચ્ચે રાજ્યના ૮,૭૬,૩૫૬ ઉમેદવારો લેખીત પરીક્ષા આપવાના હતા. લેખીત પરીક્ષા માટે ૨,૪૪૦ શાળા/કોલેજોના ૨૯,૨૦૦ બ્લોકમાં વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તમામ બ્લોકમાં સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યાં હતા. કુલ ૧૦૦ ગુણની પરીક્ષાનો સમય સાંજે ૩થી ૪ કલાકનો છે. પરંતુ વિદ્યાર્થીઓને બપોરે ૧૨થી ૨ઃ૩૦ કલાક દરમિયાન પ્રવેશ લેવાની સુચના અપાઈ હતી. કારણ કે, પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓનું બાયો મેટ્રિક સિસ્ટમથી ચકાસણી કરવામાં આવશે. રાજ્ય પોલીસ દળમાં લોકરક્ષની ભરતી શરૂઆતમાં ૬૧૮૯ બેઠકો મંજૂર કરવામાં આવી હતી. પરંતુ પાછળથી ૩૫૨૪ બેઠકોનો વધારો કરાતા કુલ ૯,૭૧૩ બેઠકો માટે પરીક્ષા લેવાશે. લેખિત પરીક્ષા લેવાયા બાદ મેરિટ યાદી બહાર પાડવામાં આવશે. જેમાં કુલ બેઠકના આઠ ગણા એટલે કે,૭૭,૭૦૪ ઉમેદવારોને પ્રેક્ટિકલના મેરિટ માટે સમાવવામાં આવશે.

Previous articleરાજુલાના વડ ગામે ધાખડા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત કથાનું આયોજન
Next articleલોકરક્ષક દળની પરીક્ષા રદ થતા રાણપુરમાં વિદ્યાર્થીએ કોલ લેટર સળગાવી વિરોધ કર્યો