વલભીપુર શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારી પુરજોશમાં

1214

ભારત સરકાર દ્વારા ૪થી જાન્યુઆરી ર૦૧૯થી આખા ભારત દેશમાં તમામ શહેરમાં સ્વચ્છ સર્વેક્ષણ ર૦૧૯નું આયોજન કરવામાં આવી રહેલ છે. જેમાં દેશના તમામ ૪ર૦૦ શહેરો ભાગ લઈ રહ્યા છે. સ્વચ્છ સર્વ્ક્ષણ ર૦૧૯ દ્વારા નાગરિકોના સ્વચ્છતાની ભાવના કેળવાઈ અને શહેરો સ્વચ્છતા જાળવવા માટે સ્પર્ધા કરે તેવો સરકારનો હેતુ છે. વલભીપુર શહેર પણ સ્વચ્છ સર્વેક્ષણ ર૦૧૯માં ભાગ લઈ રહેલ છે. વલભીપુર નગરપાલિકાના પ્રમુખ જયાબા ચાવડા, ઉપપ્રમુખ ભાવનાબેન કાંબડ અને ચીફ ઓફિસર યોગેશભાઈ ગણાત્રાએ વલભીપુર શહેરને સ્વચ્છ સર્વેક્ષણ ર૦૧૯માં પ્રથમ નંબરે લાવવા માટે કમર કસી લીધી છે. કારણ કે સ્વચ્છ સર્વ્ક્ષણમાં આવનાર નંબર ઉપરથી શહેરને ભવિષ્યમાં વિકાસ કામો માટે સરકારની મળતી મદદ અને ગ્રાંટ આધારિત હોવાનું આધારભુત સુત્રો દ્વારા જાણવા મળેલ છે. વલભીપુર શહેરમાં સ્વચ્છ સર્વેક્ષણની પુરજોશમાં તૈયારીઓ ચાલી રહેલ છે. જેના ભાગરૂપે શહેરની સ્વચ્છતાના મહત્વના પગલાઓ ભરવા ઉપરાંત નગરપાલિકા દ્વારા નાગરિકોને પણ સ્વચ્છ સર્વેક્ષણની કામગીરીમાં સામેલ કરવા અને લોકોની ફરિયાદીના ઉકેલ માટે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવાના હેતુથી ઠેર-ઠેર નગરજનોને સ્વચ્છતા એપ ડાઉનલોડ કરવા માટે જાગૃત અને પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. તેના ભાગરૂપે પ્રગટેશ્વર મહાદેવ ખાતે શહેર ભાજપ પ્રમુખ પ્રતાપસિંહ સોલંકી, એપીએમસીના પ્રમુખ નીતિનભાઈ ગુજરાતી તથા ધર્મેન્દ્રસિંહ સોલંકી દ્વારા શહેરના યુવાનો અને અગ્રણી નગરજનોને એકઠા કરી ભારત સરકારની સ્વચ્છતા એપ ડાઉન્લોડ કરાવવામાં આવેલ હતી. આ સ્વચ્છતા એપથી નાગરિકોઓનલાઈન ફરિયાદો કરી શકશે અને નગરપાલિકા દ્વારા તેનો નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત વલભીપુર શહેરના બજારમાં ફરી નગરપાલિકાના પુર્વ ઉપપ્રમુખ વલભભાઈ કાંબડ, શહેરના પ્રબુધ્ધ નાગરિકો અને નગરપાલિકાના કર્મચારીઓ દ્વારા પ્લાસ્ટીકના દુષણનો સામે જાગૃતિ ફલાવવાનું અને ગેરકાયદેસર પ્લાસ્ટીક જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ હતી.

Previous articleખાંભલીયાથી દેવકા સુધીમાં રોડનું કરાયેલું ખાતમુર્હુત
Next articleગારીયાધાર બારોટ સમાજના પ્રમુખ તરીકે રાકેશભાઈની કરાયેલી વરણી