ગારીયાધાર બારોટ સમાજના પ્રમુખ તરીકે રાકેશભાઈની કરાયેલી વરણી

794

ગારિયાધાર વહીવંચા બારોટ સમાજની કારોબારી બાબતે અગત્યની બેઠક મળી જેમાં સર્વાનુમતે રાકેશભાઈ બારોટની પ્રમુખ તરીકે અશ્વીનભાઈ બારોટની ઉપપ્રમુખ તરીકે અને મહામંત્રી નિલેશભાઈ બારોટની વરણી થતા સમસ્ત વહીવંચા બારોટ સમાજ દ્વારા અભિનંદનની વર્ષા થયેલ

ગારિયાધાર ખાતે વહીવંચા બારોટ સમાજની કારોબારી બાબતે અગત્યની બેઠક મળી જેમાં સર્વાનુમતે  રાકેશભાઈ બારોટ ઉપપ્રમુખ અશ્વીનભાઈ બારોટ અને મહામંત્રી નિલેશભાઈ બારોટ તેમજ સંગઠન મંત્રી તરીકે કિરીટભાઈ બારોટ અને રોહીતભાઈ બારોટની ખજાનચી તરીકે સર્વાનુમતે વરણી કરાઈ જેમાં કારોબારી સભ્યોમાં ધવલભાઈ બારોટ, પ્રતાપભાઈ બારોટ, કિસનભાઈ બારોટ, દિપકભાઈ બારોટ, અશ્વીનભાઈ બારોટ, વિપુલભાઈ બારોટ, અતુલભાઈ બારોટ, ચિંતનભાઈ બારોટ, ભાવિકભાઈ બારોટ, ચેતનભાઈ બારોટની વરણી થતા સમસ્ત વહીવંચા બારોટ સમાજ દ્વારા ખુશીનો માહોલ તેમજ વંશાવલી રાષ્ટ્રીય સંસ્થાના પ્રદેશ પ્રમુખ શંભુજીરાવ બારોટ, યુવા પ્રકોષ્ઠના રાજય પ્રમુખ હિતેશભાઈ બારોટ, રાજયના કોષધ્યક્ષ સતીષભાઈ બારોટ, સૌરાષ્ટ્રના ૧૩ જિલ્લાની જીવાદોરી સદસ્યતા અભિયાન માટે સોંપેલ રાષ્ટ્રીય વંશાવલી સંસ્થાના અધ્યક્ષ પરમેશ્વર બ્રહ્મ ભટ્ટ બારોટ દ્વારા એવા અમરૂભાઈ બારોટ અને કનકભાઈ બારોટ રાજકોટ તેમજ રાજુલાથી લઈ ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી ગારિયાધારના તમામ બારોટ સમાજ તેમજ પ્રમુખ રાકેશભાઈ, ઉપપ્રમુખ, મહામંત્રી, ખજાનચી સંગઠન મંત્રી સહીત તમામ કારોબારી સદસ્યોને શુભેચ્છા પાઠવેલ.

Previous articleવલભીપુર શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણની તૈયારી પુરજોશમાં
Next articleએન.  જે. વિદ્યાલય ખાતે શાળા આરોગ્ય તપાસણી