સુધારેલ વિકલાંગ ધારો લાગુ કરવા સહિતની માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

1293

વિશ્વ વિકલાંગ દિવસે આજે વિકલાંગ ક્રાંતિ સંગઠન દ્વારા સુધારેલા વિકલાંગ ધારા-ર૦૧૬ને લાગુ કરવા સહિતના વિકલાંગોના વિવિધ પ્રશ્નો સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

વિકલાંગ વ્યક્તિઓને મુંજવતી સમસ્યાઓ તથા તેમના આર્થિક સામાજીક અને વિકાસને લગતા વિવિધ પ્રશ્નો સાથે વિકલાંગ ક્રાંતિ સંગઠનની આગેવાની હેઠળ વિકલાંગ ભાઈઓ-બહેનો કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કલેક્ટર હર્ષદ પટેલે ઓફિસમાંથી નીચે આવી વિકલાંગોને સાંભળી આવેદન સ્વીકાર્યુ હતું.

આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર સુધારેલો વિકલાંગ ધારો લાગુ કરવો, આર્થિક નિગમ અને આયોગની રચના કરવી, વિકલાંગોના વિકાસ માટે જિલ્લા સમિતિ બનાવવાના પરિપત્રનો અમલ કરવો, અલ્પસંખ્યક નાણા નિગમના લોન, તાલીમ ફોર્મનું વિતરણ જિલ્લા લેવલે કરવું. વિકલાંગોને સર્ટીફીકેટ પ્રક્રિયા સરળ બનાવવી, વિકલાંગોની વિવિધ યોજનાઓનો લાભ તેઓને સરળતાથી મળી રહે, સરકારી પડતર જમીન ફાળવવા, આયુષ્યમાન યોજનામાં વિકલાંગોને સમાવેશ કરવો સહિતની વિવિધ માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવા રજૂઆત કરાઈ હતી.

Previous articleકાળીયાબીડ, મોતીતળાવમાં ઓપરેશન ડીમોલીશન
Next articleઅંતરિક્ષમાં વિહરતા આત્માને સંવેદનાની ખેતી ઊર્જા આપે છે