રોનાલ્ડો-મેસીને પાછળ છોડી લુકા મોડ્રિચે જીત્યો બૈલોન ડી’ ઓર એવોર્ડ

1257

ક્રોએશિયાના ફુટબોલર લુકા મોડ્રિચે બૈલોન ડી ઓર એવોર્ડ જીતીને ઈતિહાસ રચી દીધો છે. મૌડ્રિચે રોનાલ્ડો, ગ્રિજમૈન અને કિલિયન એમ્બાપ્પેને પછાડીને આ એવોર્ડ પોતાના નામે કર્યો છે. પોર્ટુગલના સ્ટાર ફુટબોલર રોનાલ્ડો બીજા, ફ્રાન્સનો એંટોનિયો ગ્રિજમૈન ત્રીજા અને કિલિયન એમ્બાપ્પે ચોથા સ્થાન પર રહ્યાં હતા. તો સ્પેનની ક્લબ બાર્સિલોનાના કેપ્ટન મેસી પાંચમાં સ્થાને રહ્યો હતો.

બૈલોન ડી ઓર જીતવા પર લુકાએ કહ્યું, જ્યારે હું બાળક હતો તો હંમેશા વિચારતો હતો કે મોટો થઈને કોઈ મોટી ક્બલ તરફથી ફુટબોલ રમું અને ટ્રોફી જીતું, બૈલોન ડી ઓર જીતવો આ સપનાને સાકાર કરવા સમાન છે. મારા માટે આ ગર્વની વાત છે.

લુકા મૌડ્રિચ આ એવોર્ડ જીતનાર પ્રથમ ક્રોએશિયાઇ ફુટબોલર છે. આ એવોર્ડને જીતવાની સાથે દસ વર્ષથી ચાલી રહેલા મેસી અને રોનાલ્ડોના વર્ચસ્વને તોડી દીધું છે. મહત્વનું છે કે, મેસી અને રોનાલ્ડોએ પાંચ-પાંચ વખત બૈલોન ડી ઓર એવોર્ડ જીત્યો છે.

પોર્ટુગલના સ્ટાર ફુટબોલર રોનાલ્ડો બીજા, ફ્રાન્સનો એંટોનિયો ગ્રિજમૈન ત્રીજા અને કિલિયન એમ્બાપ્પે ચોથા સ્થાન પર રહ્યાં હતા. તો સ્પેનની ક્લબ બાર્સિલોનાના કેપ્ટન મેસી પાંચમાં સ્થાને રહ્યો હતો. બૈલોન ડી ઓર જીતવા પર લુકાએ કહ્યું, જ્યારે હું બાળક હતો તો હંમેશા વિચારતો હતો કે મોટો થઈને કોઈ મોટી ક્બલ તરફથી ફુટબોલ રમું અને ટ્રોફી જીતું, બૈલોન ડી ઓર જીતવો આ સપનાને સાકાર કરવા સમાન છે.

Previous article’ટેરર ટારગેટ’ :  ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ભાઈની ધરપકડ
Next articleખાનગી હોસ્પિટલો પૈસા કમાવવા સીઝેરીયન પ્રસુતિ કરાવતા હોવાનુ ખુલ્યુ