પેપર લીક બાદ પરત ફરતાં અકસ્માતે મૃત્યુ પામેલ વિદ્યાર્થી માટે ૪ લાખ સહાયની જાહેરાત

762

વિજય રૂપાણીએ ગુજરાત પોલીસમાં લોકરક્ષકની પરીક્ષામાંથી પરત ફરતા વિદ્યાર્થીનું અકસ્માતમાં મૃત્યુ થતા સહાયની જાહેરાત કરી છે. વિજાપુરના વડાસણના પરીક્ષાર્થી ને સહાય અપાશે. જેમાં પરીક્ષા રદ થતા પરત ફરતા જતીનસિંહ વિહોલને અકસ્માત નડ્‌યો હતો. તેમજ અકસ્માતમાં જતીનસિંહ વિહોલનું મોત થયું હતુ. જેથી તેમના પરિવારને મુખ્યમંત્રી રાહતનિધિમાંથી રૂ.૪ લાખની સહાય આપવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અકસ્માત સર્જનાર જી્‌ ચાલક સામે કાર્યવાહીની સૂચના આપી છે.

માત્ર એટલું જ નહીં પરંતુ, ઉમેદવારોને પોલીસની લાઠીઓ ખાવાનો પણ વારો આવ્યો હતો. બોલો, પેપર લીક કરનારે લીક કર્યું અને સજા ભોગવાની અરજદારોને ? આ તે કયા ઘરનો ન્યાય ? બિચારા, એવા ઉમેદવારો કે જેઓ નાની-મોટી નોકરી કરતાં હતા અને રજા મૂકીને પણ પરીક્ષા આપવા માટે આવ્યા હતા. જેમની પાસે ભાડાના પૈસા પણ નહોતા તેવા ઉછીના લઈને આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણાના વિજાપુર તાલુકા વડાસણ ગામનો જતીનસિંહ વિહોલ (૨૬) નોકરીની તલાસમાં વહેલી સવારે પાંચ વાગે પોતાના ઘરેથી અમદાવદ લોકરક્ષક દળની ભરતીની પરીક્ષા માટે પેપર આપવા નીકળેલ. જોકે પાપીઓના પાપે પરીક્ષા રદ થતા આ યુવાન પોતાના પિતરાઈ ભાઈ સાથે બાઈક ઉપર પોતાના ઘરે આવતો હતો ત્યારે ગાંધીનગરના બાવલા ચોકડી પાસે બાઈક બસ વચ્ચે ટક્કર થતા આ યુવાનનું ઘટના સ્થળ પર મોત થતા એક વિધવા માતાએ પોતાનો પુત્ર ગુમાવ્યો હતો.

જોકે પરિવાર અને ગામ લોકો કહી રહ્યા છે કે સરકાર અને પરીક્ષાના પાપીઓઓના કારણે એક યુવાને જીવ ગુમાવ્યો છે કારણ કે આ યુવાનને જો સમયસર પરીક્ષા થઇ હોત તો આ યુવાન પરત જલ્દી ન આવતો અને અકસ્માત ન થતો ત્યારે આ પેપર લીક કરનાર પેપર ના પાપીઓને કડક સજા થાય તે જરૂરી છે, તો બીજી તરફ ગામના યુવાનનું મોત થતા ગામ લોકોએ ગામના તમામ ધંધા રોજગાર બંદ રાખી સરકાર સામે વિરોધ નોંધાયો હતો. જેથી આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગુજરાત પોલીસમાં લોકરક્ષકની પરીક્ષામાંથી પરત ફરતા વિદ્યાર્થીનું અકસ્માતમાં મૃત્યુ થતા સહાયની જાહેરાત કરી છે.

 

Previous articleપેપરલીક મામલોઃભાજપના વધુ એક નેતાની ધરપકડ, કુલ ૫ ની અટકાયત
Next articleધંધુકાના ગામડાઓમાં માઈનોર કેનાલ દ્વારા નર્મદાના નીર આપવાની માંગણી