નાબાર્ડના પોટેન્શિયલ લિકડ કેડિટ પ્લાન ર૦૧૯-ર૦નું વિમોચન

903

વિવિધ પ્રાથમિકતા વાળા ક્ષેત્રોના વિકાસની સંભાવનાઓને ધ્યાને રાખી ભાવનગર જિલ્લામાં વર્ષ ર૦૧૯-ર૦ માટે નાબાર્ડના પીએલપીમાં રૂા. ૮૭૪૭.૧૦ કરોડના બેન્ક ધિરાણની શક્યતાનું આકલન કરવામાં આવ્યું છ, જેમાં કૃષિ ક્ષેત્રને વિશેષ પ્રાધાન્ય આપી પાક ધિરાણ માટે રૂા. રપપ૮.૪૦ કરોડ (ર૯ ટકા) મધ્ય અને લાંબી મુદતના ખેતી ધિરાણ માટે રૂા. ૧૪૩૧.૪૪ કરોડ (૧૬ ટકા) એમએસએમઈ સેકટર માટે રૂા. ૪૦૦પ.૦૦ કરોડ (૪૬ ટકા) અને અન્ય પ્રાથમિકતા વાળા ક્ષેત્રો જેમ કે એકસપોર્ટ, શિક્ષા, હાઉસિંગ, રિન્યુએબલ એનેરજી, અને સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રકચર માટે રૂા. ૭પ૬.૭૬ કરોડ (૯ ટકા)નું આંકલન કરેલ છે. પીએલપીના આંકલન પ્રમાણે  જિલ્લાની બેંકોની વાર્ષિક ઋણ યોજના લીડ બેન્ક દ્વારા તૈયાર કરવામાં આવે છે અને  જિલ્લામાં આવેલ બેન્કો તેવોને આપવામાં આવેલ ધિરાણોના ટાર્ગેટને હાંસલ કરવાના પ્રયાસો કરે છે.

આજરોજ ભાવનગર ખાતે યોજાયેલ બેન્કર્સની ત્રિમાસિક રિવ્યુ મીટીંગમાં ભાવનગર જિલ્લાના જીલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરંવાલના વરદ હસ્તે આ પીએલપી ર૦૧૯-ર૦નું વિમોચન કરવામાં આવ્યું હોવાનું નાબાર્ડના જીલ્લા વિકાસ પ્રબંધક મુર્તિએ જણાવ્યું હતું. આ મિટીંગમાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ડિરેકટર પંડયા, આરબીઆઈના લીડ ડિસ્ટ્રિકટ ઓફિસર ઓઝા ભાવનગરના લીડ ડિસ્ટ્રિકટ ઓફિસર એસ. વી. ત્રિવેદી તથા અન્ય બેંકો- સરકારી કચેરીની વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતાં.

Previous articleશાળા આરોગ્ય કાર્યક્રમ તળે અમરેલી અર્બન સેન્ટર- ૧માં પોષણ દિન ઉજવાયો
Next articleહોમગાર્ડઝ પરેડ દિનની ઉજવણી