તળાજા માર્કેટીંગ યાર્ડમાં પંજો ફરિ વળ્યો

1567

તળાજા માર્કેટીંગ યાર્ડની ગઈકાલે યોજાયેલી ચૂંટણીની મત ગણતરી આજે હાથ ધરાયેલ જેમાં કુલ ૧૪ બેઠકોમાંથી ૮ બેઠકો ઉપર વિજય મેળવી કોંગ્રેસે બહુમતી હાંસલ કરી હતી. જેમાં કોંગ્રેસે યાર્ડમાં વિજય હાંસલ કરતા વિજયોત્સવ મનાવ્યો હતો.

તળાજા માર્કિટીંગ યાર્ડમાં ખેડુત વિભાગની ૮, વેપારી પેનલની ચાર તથા ખરીદ વેચાણ માટે બેમ ળી કુલ ૧૪ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગઈકાલે ૩૯ ઉમેદવારો વચ્ચે મતદાન થયેલ જેની આજે ચૂંટણી અધિકારી ગઢવી તથા જાનીભાઈના માર્ગદર્શન હેઠળ મતગણતરી હાથ ધરવામાં આવીહ તી. જેમાં કોંગ્રેસના દિગ્વિજયસિંહ ગોહિલ ૪૧૭, ગરીજાશંકર ધાંધલ્યા – ૩ર૧, હનુભાઈ પરમાર – ૪૩૧, કુરજીભાઈ પંડયા – ૩૮૭, લાખાભાઈ ભમ્મર – ૩૪૧ તેમજ ઘનશ્યામસિંહ સરવૈયા – ૩૦૯ મતો મેળવી વિજેતા  થયેલ જયારે ભાજપના જયંતિભાઈ જાની – ર૯૪, ભીમજીભાઈ પંડયા – ૩૩૭ મતો વિજેતા થયા હતાં.  ખરીદ વેચાણ વિભાગમાં કુલ પ ઉમેદવારો વચ્ચે બે બેઠક માટે જંગ ખેલાયેલ જેમાં ભાજપના પરશોત્તમભાઈ રમણા -૭૭ તથા મસરીભાઈ ભાદરકા – ૬૧ મતો મળતા વિજેતા થયેલ જયારે વેપારી પેનલમાં ૪ બેઠકો માટે ૮ મ.ેદવારો વચ્ચે થયેલા ચૂંટણી જંગમાં ભાજપના તુલશીભાઈ કુકડીયા – ર૪૦ તથા રજનીકાંત ભટ્ટ – ર૩૪ મતો મેળવી વિજેતા થયેલા જયારે કોંગ્રેસના મનસુખભાઈ જીંજાળા – ૧૯૩, હરજીભાઈ ધાંધલ્યાને ર૬૦ મતો મળતા વિજેતા થયેલા આમ વેપારી પેનલમાં ભાજપ – કોંગ્રેસ  બન્નેને બે-બે બેઠકો મળેલ એકંદરે તળાજા યાર્ડમાં કોંગ્રેસનો વિજય થતા કોંગ્રેસ કાર્યકરોએ વિજયોત્સવ મનાવ્યો હતો.

Previous articleમહાપાલિકા દ્વારા સતત બીજા દિવસે પણ જારી રહેલુ દબાણ હટાવ અભિયાન
Next articleનારી તું ના હારી બોધદાયક સત્ય ઘટના