નારી તું ના હારી બોધદાયક સત્ય ઘટના

1666

સરળ સ્વભાવના સ્વામી, સમજદારી, સુઝબુઝ અને સજ્જનતાના ગુણોનો સરવાળો એટલે ડો.તનસુખભાઈ. દુર્ગુણ (ખરેખર તો મહાદુર્ગુણ) એક જ… ધ્રુમપાન, તમાકુ, ગુટકાની કૂટેવ, દર્દીઓને તન મનનું સુખ આપે પરંતુ ડોક્ટર પોતે વારંવાર બિમાર પડી જાય. (વ્યસનોથી રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઘટી જવાને કારણે) પ્યારી પત્ની પ્રીતી તથા ૧ર વર્ષની એકની એક દિકરી નિરાલી પર ડોક્ટરને અતૂટ પ્રેમ. પત્ની તથા દિકરીએ તેમના વ્યસનો છોડાવવામાં કોઈ કસર બાકી નહોતી રાખી. જ્યારે પ્રીતી તેને સમજાવતી કે વ્યસનથી કેટલા કેટલા ગેરકાયદે અને આરોગ્યને હાની થાય છે ત્યારે કદી ગુસ્સે ન થનાર ડોક્ટર સાહેબ તાડુકી ઉઠ્યા, મને શિખામણ આપવી રહેવા દે, હું પોતે ડોક્ટર છુ. આ કુટેવથી પાંચ પ્રાણઘાતક રોગો, કેન્સર, દમ, સ્ટ્રોક (લકવો, હેમરેજ) હાર્ટએટેક, હાઈ બી.પી. તથા અન્ય પચાસ ઓછા ગંભીર રોગો તથા નાના-મોટા ૭૦૦ જેટલા રોગો થવા ઉપરાંત આયુષ્યમાં ઘટાડો, સ્ટેમીના (તાકાત)માં ઘટાડો અને અઢી ડઝન જેટલા કેન્સર થાય છે પરંતુ વ્યસનો મારી મજબુરી છે. જેમ છૂટવા મથુ છું તેમ વધુ ડૂબું છે. નિકોટીન તથા અન્ય ઝેરી તત્વો રગેરગમાં પ્રસરી ગયા છે. હું જાણુ છું કે કેન્સરમાં રીબાઈ રીબાઈને મરવાની અથવા સ્ટ્રોકથી પીડાવાની અને તને તથા નિરાલીને હેરાન પરેશાન કરવાની મારી આ પહાડ જેવડી ભૂલને કૂદરત પણ માફ નહીં કરે. પત્નીએ જ્યારે ફરી એક દિવસ કહ્યું કે, તમારા વ્યસનથી, ધુમ્રપાનના ધૂમાડાથી મને અને નિરાલીને પણ અસંખ્ય પરોક્ષ ધુમ્રપાન (પેસિવ સ્મોકિંગ)થી થતા રોગો થશે. માટે અમારા ખાતર પણ વ્યસન છોડો. ડોક્ટરે ગળગળા સાદે છેલ્લો ફેંસલો આખરે સુણાવી જ દીધો. આસ્માન તુટી પડે તો પણ વ્યસનો ના છુટી શકે તે હદે હું તેમાં ફસાયો છું. હું તને છોડી શકુ છુ (તલ્લાક) !! પરંતુ વ્યસનને નહીં પત્ની ધ્રુજી ઉઠી. સહેલીઓ, મનોચિકિત્સકો વગેરેને પણ અજમાવ્યા. બધુ વ્યર્થ. એક દિવસ વ્યસનમુક્તિની પુસ્તિકામાં નાની બાળાએ પિતાને વ્યસનમુક્ત કરાવ્યાનો સાચો કિસ્સો વાંચ્યો. બીજે જ દિવસે અમલમાં મુક્યો. દિકરીએ પિતાને કહ્યું, ડેડી, તમે મને કદી નારાજ નથી કરી, મમ્મીને તલ્લાક આપીને તમારૂ આટલુ નબળુ મનોબળ બતાવીને આ દિકરીને જીવતી જ મારી નાખવા માંગો છો ? દિકરીએ ધ્રુસકે ધ્રુસકે રડતા રડતા ત્રાસ સાથે પ્રતિજ્ઞા લીધી કે ડેડી જ્યાં સુધી તમે વ્યસન નહીં છોડો ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરૂ છું. ભલે મારા પ્રાણ જાય… ડોક્ટર સ્તબ્ધ… પીગળી ગયા. એક દિવસ વ્યસનનો ત્યાગ કર્યો, બીજે દિવસે ન રહેવાયું. તેથી ધ્રુમપાન મજબુરીથી કર્યુ (વ્યસનો છોડનારા માટે બીજો, નવમો અને ત્રેસઠમો દિવસ કસોટીનો ગણાય છે.) દિકરી મક્કમ હતી. પિતાને પણ સીનામાં દિલ હતું. કોઈ પથ્થર નહોતો. આખરે નિરાલી ખરેખર નિરાળી સાબીત થઈ. પ્રતીની પ્રિત જીતી. નારી ના હારી. ડોક્ટરના મનોબળની જીત થઈ. મહારાક્ષક, શયતાન જેવા વ્યસનોની હાર થઈ. આજે ડોક્ટર પોતે નિર્વ્યસની હોવાથી અનેકને રોગમુક્તિની સાથે વ્યસનમુક્તિ પણ કરાવે છે. જરૂર પડે તો નિરાલીનો સચોટ ઈલાજ અપનાવે છે.

માતાઓ, બહેનો અને દિકરીઓ ! તમારા પિતા, ભાઈ કે કોઈ નજીકના સગા માટે ભૂખ હડતાલનું આ શસ્ત્ર જરૂરને જરૂર અજમાવી જોજો. પછી જ કહી શકાય. નારી તું ના કદી હારી. આકાશવાણી પરથી જ્યારે આ સાચી ઘટના મેં સાંભળી ત્યારે દિલ રડી પડ્યું હતું અને એ દિલના આંસુઓની શાહીની આ સત્યકથા ટુંકમાં કંડારી છે.

સુખી જીવનની સોનેરી ચાવી-પ્રસન્નતા

હેલી બર્ટન નામના ચિંતકે લખ્યું કે, પ્રસન્નતા જ સ્વાસ્થ્ય છે, ખુશી છે. અપ્રસન્નતા રોગ છે અને દુઃખ છે.

જીવનમાં પામવા જેવો એક અગત્યનો ગુણ, બલકે મોટો ગુણ પ્રસન્નતા છે. પ્રસન્નતા પામવા માટે ઘણો પુરૂષાર્થ કરવો પડે. આ મુલ્યવાન ચીજ એમ સસ્તામાં ન મળે. જો કે દરેક માટે, ખાસ કરીને યુવાનો માટે દ્રઢતાપૂર્વક પ્રયત્ન કરવાથી તે પામી શકાય. પ્રસન્નતાથી સ્વાસ્થ્ય મળે એ જેટલું સાચુ છે તેટલું જ સ્વાસ્થ્ય દ્વારા પ્રસન્નતા મળે એ પણ સાચુ છે.

પ્રસન્નતા પામવા તન, મન અને આત્માની રોગમુક્તિ, આળસમુક્તિ, તનાવમુક્તિ (ટેન્શન ફ્રી), વ્યસનમુક્તિ અને નકારાત્મક વિચારોમાંથી મુક્તિ વિગેરે જરૂરી છે. પ્રસન્નતા મેળવવા માટે (૧) પ્રસન્નતા મળે તેવું વાંચન, તેવું ચિંતન-મનન અને પ્રસન્ન વ્યક્તિ સાથે મિલન ઘણા ઉપયોગી છે. (ર) કુદરતનું નિયમિત સ્મરણ (પ્રાર્થના-બંદગી) હૃદયપૂર્વક અને શ્રધ્ધાપૂર્વક કરવા. (૩) જરૂરી આસનો, વ્યાયામ, મેડીટેશન (ધ્યાન) વગેરે દ્વારા પ્રસન્નતા ચોક્કસ મળે છેે. તેમ આરોગ્યશાસ્ત્રીઓ કહે છે. (૪) પ્રેરણાદાયી કટારો, લેખો વાંચો, મનન કરી તેના સતત અને સખત (રિપીટ સતત અને સખત) સમજપૂર્વકના પુરૂષાર્થ વડે અમલ કરવાથી તથા પ્રસન્ન વ્યક્તિઓના વાણી-વર્તન વિશે વાંચી તેમાંથી પ્રેરણા મેળવી તે દ્વારા પ્રસન્નતા મેળવી શકાય. પ્રસન્નતા મેળવવાના હજારો સુચનો છે, પંરતુ સ્વામી વિવેકાનંદ કહ્યું છે તેમ હજારો વાતો વાંચવા કરતા તેમાંથી થોડી વાતો પર અમલ કરવો તે કરોડ ગણું ફાયદાકારક છે.

વ્યસનમુક્તિથી પ્રસન્નતા મળે તે વાત કદાચ વિચિત્ર લાગે, પરંતુ વ્યસનના સેવનથી થોડી મીનીટો માટે જ પ્રસન્નતા મળે છે તે પ્રસન્નતાનો ભ્રમ છે (સ્યુડો ચીઅર ફુલનેસ). વ્યસન છોડવાથી જે પ્રસન્નતા મળે છે તે દીર્ઘકાલીન અને સાચી પ્રસન્નતા હોય છે તેવું આધારભૂત સર્વેક્ષણ દ્વારા પુરવાર થયું છે.

Previous articleતળાજા માર્કેટીંગ યાર્ડમાં પંજો ફરિ વળ્યો
Next articleGPSC, PSI,, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે