નાના ચિલોડાથી આ ગેંગ દિલ્હી ગઈ હોવાનો અને પેપર સોલ્વ કરવાનો પોલીસનો દાવો

0
267

પોલીસ હવે લોકરક્ષક દળ પેપર લીકને ગેંગ સુધી લઈ ગઈ છે. પરંતુ દિલ્હીની ગેંગ કોણ છે અને તેના સુધી પરીક્ષાર્થીઓ કેવી રીતે પહોંચ્યા તે સવાલ છે. પોલીસના મતે યશપાલ સહિતના ઉમેદવારો નાના ચિલોડા મળીને વાહનોમાં દિલ્હી રવાના થયા હતા. ગુરૂગ્રામ પહોંચી વાહન બદલીને દિલ્હી જઈ ગેંગે ફોડેલું પેપર આપતાં તેને સોલ્વ કર્યું હતું.

પોલીસના દાવા મુજબ પેપર સોલ્વ કરી લાવવાનો ઘટનાક્રમ મુજબ ૨૯ નવેમ્બરે રાતે યશપાલ અન્ય મળી ૨૮ ઉમેદવારો નાના ચિલોડાથી ચાર વાહનોમાં દિલ્હી રવાના. રાજેન્દ્રનગર પાસે નિલેશ નામના વ્યક્તિએ તમામના મોબાઇલ બંઘ કરી દીધા ત્યારબાદ ૩૦મીએ ગુરૂગ્રામમાં પેપર લીક ગેંગ બધાને અહીંથી ગયેલા વાહનો મુકાવી તેમની ગાડીઓમાં દિલ્હી લઇ ગયા, પાંચ અલગ ગ્રૂપ બનાવી બધાને અલગ-અલગ સ્થળે લઈ જઈ ગેંગે બધાને લીક પેપર વાંચવા આપ્યું, પેપર સોલ્વ કરતાં ઉમેદવારોને ગેંગે ટકોર કરી કે બીજા રાજ્યના ઉમેદવારોને પેપર સોલ્વ કરતાં તેમને સમય લાગતો નથી, દરેક ગ્રુપને બે-બે કલાક માટે પેપર આપવામાં આવ્યા, બાદમાં ગુરૂગ્રામ લાવતાં બધા ગુજરાત રવાના થયા.

યશપાલ સહિતના ઉમેદવારો દિલ્હીથી પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચવા રવાના થયા હતા. યશપાલનું સેન્ટર સુરત હતું તે પ્લેનમાં દિલ્હીથી વડોદરા પહોંચ્યો. જયારે ત્રણ ઉમેદવારો જયપુર ઉતરી ગયા અને ત્યાંથી ફ્‌લાઇટમાં ગુજરાત આવ્યા અને ચાર ગાડીઓ પૈકી એકે કેટલાક ઉમેદવારોને પાલનપુર ઉતાર્યા, બીજી મહેસાણા ગઇ અને બે ગાડીઓ અમદાવાદ આવી પેપરનો સોદો અને વહેંચણી કરી હતી. બધાએ દિલ્હીની ગેંગને પેપર બતાવતી સમયે રૂપિયા ૫ લાખના ચેક આપ્યા હતા. પેપર પૂરું થાય અને લીક થયેલા જવાબો સાચા નીકળે તો આપેલા કોરા ચેકમાં નામ લખીને કોઈ ખાતામાં રકમ ડિપોઝિટ કરવાની શરત કરી હતી. દિલ્હીથી આવી પેપર સોલ્વ કરી જવાબો તૈયાર કરી અન્ય ઉમેદવારોને પણ પહોંચાડવામાં આવ્યા હતા. યશપાલે આ પેપર ગાંધીનગરમાં મનહર પટેલ મારફતે રૂપલ શર્મા, મુકેશ ચૌધરીને અને અન્ય ઉમેદવારોને પહોંચાડ્‌યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here