બોટાદમાં છ વર્ષની બાળા પર દુષ્કર્મ કરનાર કુલદીપ ઉર્ફે અરુણ પરમાર આખરે ઝડપાયો

1619

અતિ ચર્ચાસ્પદ બનેલી બોટાદ જિલ્લામાં છ વર્ષની માસુમ બાળકીને તારીખ ૨૯ ના રોડ એક અજાણ્યા નરાધમે પતંગની લાલચ આપી ફેસલાવી અવાવરૃ જગ્યાએ લઇ જઇ બળાત્કાર ગુજાર્યાની ઘટના પ્રકાશમાં આવતા હતી અને બોટાદ શહેર અને જિલ્લામાં હાહાકાર મચી ગયો હતો જ્યારે બોટાદ જિલ્લા પોલીસે આ ઘટનાને લઇ અલગ અલગ ટીમો બનાવી ચારે બાજુ તપાસ હાથ ધરવામાં આવી હતી તારીખ ૨૯ ના રોજ બોટાદ શહેરમાં છ વર્ષની વયની માસુમ બાળકી બપોરના ત્રણ થી ચાર વાગ્યાની આસપાસ બહાર રમતી હતી ત્યારે તેનો ગેરલાભ લઈ કોઈ અજાણ્યા નરાધમે બાળકીને પતંગની લાલચ આપી ફેસલાવીને અવાવરું જગ્યામાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. જેની જાણ તેના માતા-પિતાને થતા બાળકીને પ્રથમ બોટાદની સોનાવાલા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ .જ્યાં સારવાર દરમિયાન તેણીની હાલત ગંભીર હોઈ વધુ સારવાર અર્થે ભાવનગર દવાખાને ખસેડવામાં આવેલ બનાવ સંદર્ભે બોટાદ પોલીસ દ્વારા અજાણ્યા શખસ વિરૃદ્ધ આઈ. પી. સી. કલમ ૩૭૬ એબી તથા પોસ્કો એકમ ૪, ૮, ૧૨ તથા જુવેનાઇલ જસ્ટિસ તેમજ ૨૦૧૫ ની કલમ ૮૪ મુજબ તેમજ કેર એન્ડ પ્રોટક્શન ઓફ્‌ ચિલ્ડ્રન એક્ટ હેઠળ અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવેલ છ વર્ષની બાળા પર બળાત્કાર ના પગલે બોટાદ શહેર અને જિલ્લા પંથકમાં હાહાકાર મચી જવા પામેલ ઘટનાને લઈ જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા દ્વારા ડીવાયએસપી, એલસીબી, એસઓજી સહિત ૧૫૦ જેટલા પોલીસ કર્મીઓની ટીમ સાથે ટેક્નિકલ અને ઇન્વેસ્ટિગેશન ટિમો પણ બનાવવા આવી હતી ખાસ કરીને આ ઘટના સમગ્ર જિલ્લામાં ટોક ઓફ ટાઉન બની હતી પોલીસ માટે એકબપડકાર હતો પોલીસ દ્વારા આરોપીઓના સ્કેચ પણ જાહેર કરાયા હતા તેમજ બાળકના વર્ણનના આધાર પણ યાદીઓ કરવામાં આવી હતી જિલ્લા પોલીસવડા હર્ષદ મહેતા અને ટીમે ગોપનીય ચોક્કસ બાતમીના આધારે આજે સવારે બોટાદના ગઢડા રોડ પર આંનદધામ સોસાયટી વિસ્તારમાં રહેતો ૨૩ વર્ષીય કુલદીપ ઉર્ફે અરુણ રાજુભાઇ પરમારના નામના શખ્શને અટકાયત કરીને બોટાદ જિલ્લામાં અતિ ચર્ચાસ્પદ બનેલી ઘટનામાં અંત આવ્યો છે અને જિલ્લા પોલીસ વડા અને ટીમને જબદસ્ત સફળતા મળી છે.

Previous articleભાવનગર રેલ્વે ડિવીઝને ૧ માસમાં રૂા.૪૨.૫૦ લાખનો દંડ વસુલ કર્યો
Next articleમોતી તળાવમાં ડીમોલીશન યથાવત