રતનપર નજીક અકસ્માત – ૩ યુવાનોના મોત

0
2529

ભાવનગર જિલ્લાના કોળીયાક રોડ પર રતનપર ગામના પાટીયા પાસે એક ડમ્પર ચાલકે બાઈક સવાર ત્રણ યુવાનોને અડફેટે લેતા ગંભીર રીતે ઘવાયેલ બે યુવાનોના ઘટના સ્થળે મોત નિપજયા હતાં. જયારે એક યુવાને સારવાર દરમ્યાન દમ તોડ્યો હતો.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જીલ્લાના વરતેજ તાબેના હાથબ ગામે રહેતા અને શહેરની શામળદાસ કોલેજમાં અભ્યાસ કરતા ત્રણ આશાસ્પદ કોલેજીયન યુવાનો જેમાં મહેશ રાજુભાઈ બારૈયા (ઉ.વ.૧૮) રે. હાથબ, અશ્વિન ભરતભાઈ બારૈયા (ઉ.વ.૧૯) તથા શૈલેષ બધુભાઈ જેઠવા (ઉ.વ.૧૯) રે. હાથબ આજરોજ કોલેજમાંથી પરીક્ષા આપી બાઈક નં. જી.જે.૪ બીસી ૪૮પર ત્રણેય યુવાનો હાથબ પોતાના ઘરે પરત ફરિ રહ્યા હતા તે વેળા પીપળીયા પુલથી આગળ રતનપર ગામના પાટીયા પાસે લાખણકા બાજુની માટી ભરીને ભાવનગર તરફ આવી રહેલ ડમ્પર નં. જી.જે.૧૩ વી ૭પ૭૩ના ચાલકે બાઈક સવાર યુવાનોને અડફેટે લેતા ત્રણેય યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં મહેશ રાજુભાઈ બારૈયા તથા અશ્વીન ભરતભાઈ બારૈયાનું ગંભીર ઈજાને લઈને ઘટના સ્થળે મોત નિપજયું હતું જયારે ગંભીર રીતે ઘવાયેલ શૈલેષને ભાવનગર સર.ટી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ જયા તેનું પણ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. આ અકસ્માત સર્જીને ડમ્પર ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને નાસી છુટયો હતો. એક જ ગામમાં ત્રણ નવયુવાનોના માર્ગ અકસ્માતમાં કરૂણ મોત નિપજતા હાથબ ગામે ઘેરા શોકનું મોજુ ફરિ વળ્યું હતું. અને ગામે સજજડ બંધ પાળ્યો હતો આ અંગે વરતેજ પોલીસે નાસી છુટેલ ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here