આઈપીએલ-૨૦૧૯ઃ યુવીએ ઘટાડી પોતાની બેસ પ્રાઈઝ

841

આઈપીએલની ૧૨મી સીઝન માટે ૧૮ ડિસેમ્બરે જયપુરમાં ખેલાડીઓની હરાજી થવાની છે. આ નવી સીઝનમાં તમામ આઠ ફ્રેન્ચાઈઝી ૭૦ ખેલાડીઓ માટે બોલી લગાવશે. જોકે સીઝન ૧૨ માટે કુલ ૧૦૦૩ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

તેની સાથે જ આસીઝન માટે અનેક ખેલાડીઓએ પોતાની બેસ પ્રાઈઝમાં ફેરફાર કર્યો છે. નવી સીઝનની હરાજીમાં અનેક ખેલાડી એવા પણ છે જેણે પોતાની બેસ પ્રાઈઝમાં ભારે ઘટડો કર્યો છે. આ યાદીમાં ભારતના વિસ્ફોટક બેટ્‌સમેન યુવરાજ સિંહનું નામ પણ સામેલ છે. યુવરાજ સિંહએ સીઝન-૧૨ની હરાજી માટે પોતાની બેસ પ્રાઈઝ બે કરોડ રૂપિયાથી ઘટાડીને ૧ કરોડ રૂપિયા કરી છે. આઈપીએલ સીઝન-૧૨ માટે ભારતથ પૂર્વોત્તર રાજ્યો, ઉત્તરાખંડ અને બિહારના ક્રિકેટરો સહિત ૨૩૨ વિદેશી ખેલાડીઓએ હરાજી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. રજિસ્ટર ખેલાડીઓમાંથી ૮૦૦એ અત્યાર સુધી એકપણ ઇન્ટરનેશનલ મેચ રમ્યા નથી જેમાંથી ૭૪૬ ભારતીય ખેલાડીઓ સામેલ છે. વિદેશીઓમાં ઓસ્ટ્રેલિયાના ૩૫ જ્યારે અફઘાનિસ્તાનના ૨૭ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સૌથી વધારે સાઉથ આફ્રીકાના ૫૯ ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અમેરિકા, હોંગકોંગ અને આયરલેન્ડના એક એક ખેલાડીઓના નામ આ યાદીમાં સામેલ છે.

Previous articleપાક. ક્રિકેટર યાસિર બન્યો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી ૨૦૦ વિકેટ લેનારો બોલર
Next articleપૃથ્વીનું બીજી ટેસ્ટમાં પણ રમવું મુશ્કેલ : કોચ રવિ શાસ્ત્રી