કલોલ પંચાલ સમાજનો સ્નેહમિલન સમારંભ યોજાયો

685

કલોલ પંચાલ સમાજ સેવા મંડળ તથા પંચાલ યુવા કમિટી કલોલ દ્વારા રોટરી કલબ ખાતે સમાજનો સ્નેહ મિલન સમારંભ તથા સમાજના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતું. મુખ્ય અતિથિ તરીકે સામાજીક કાર્યકર અશોકસિંગ મુકુંન્દસિંગ છાબડા ઉપસ્થિત રહ્યા હતા. સમાજના પ્રમુખ વિષ્ણુભાઇ પંચાલ સહિત ઉપસ્થિત મહેમાનો એ પ્રાસંગીક પ્રવચન કરી મોબાઇલનો વિવેક પૂર્વક ઉપયોગ કરવા હાકલ કરી હતી.

Previous articleમાણસામાં ચોરી-લૂંટફાટના વધતા જતા કેસો મુદ્દે કોંગ્રેસનું આવેદનપત્ર
Next articleરોટરી ક્લબ ઓફ દહેગામ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો