સ્વચ્છ ભારત સાયકલ યાત્રા ગાંધીનગરમાં પ્રવેશી

823

કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા સમગ્ર ભારતમાં ખોરાક અંગેની જનજાગૃતિ માટે આયોજીત સ્વસ્થ ભારત યાત્રા- સાયકલ યાત્રા આજરોજ ગાંધીનગર જિલ્લામાં તપોવન સર્કલથી પ્રવેશી હતી.

બપોરના ગાંધીનગર ખાતે આવેલી સ્વસ્થ ભારત યાત્રા – સાયકલ યાત્રાના સાયકલીસ્ટોનું   સ્વાગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જી.એમ.ઇ. આર. એસના ઓડિટોરિયમ હોલના સંકુલમાં એક કાર્યક્રમ યોજીને કરવામાં આવ્યું હતું. તા. ૦૭મી ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ સવારના ૮.૦૦ કલાકે પ્રભાત ફેરી અને સવારના ૯.૩૦ કલાકે પબ્લિક મીટીંગનું  જી.એમ.ઇ. આઇ. આર.એસના હોલ ખાતે યોજાશે. તા. ૮મી ડિસેમ્બરના રોજ સાયકલ યાત્રા મહેસાણ તરફ જવા સવારના ૮.૦૦ કલાકે પ્રસ્થાન કરશે.

સમગ્ર ભારતમાં સ્વાસ્થ્ય અંગેની જાગૃતિ આવે તેવા ઉમદા આશયથી ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના એફ.એસ.એસ.એ. આઇ દ્વારા સ્વસ્થ ભારત યાત્રા- સાયકલ યાત્રાનો  તા. ૧૬ ઓકટોબર, ૨૦૧૮ થી આરંભ થયો હતો. આ સાયકલ યાત્રાનો આરંભ દેશના છ સ્થળોથી થયો હતો. ગુજરાતમાં આવેલી સાયકલ યાત્રા બીજા નંબરના ટ્રેકની યાત્રા છે. જેનો આરંભ ગોવા રાજયમાંથી થયો હતો. આ યાત્રા ગુજરાત રાજયમાં તા. ૧૮મી નવેમ્બર, ૨૦૧૮ના રોજ નવસારીના દાંડી ખાતે આવી હતી. ત્યારબાદ ક્રમશ રાજયના વિવિધ શહેરોમાં ફરીને આજે અમદાવાદથી ગાંધીનગર ખાતે આવી છે. આ સાયકલીસ્ટો તા. ૬ અને ૭ ડિસેમ્બર, ૨૦૧૮ના રોજ ગાંધીનગર ખાતે જ રોકાશે.

સ્વસ્થ ભારત યાત્રા- સાયકલ યાત્રા દેશના ૩૦૩ શહેરોમાં ફરશે. તેમજ ૭૫૦૦થી વધુ સાયકલીસ્ટો તેમાં સહભાગી બનશે. તેમજ ૧૮ હજાર કિલોમીટર યાત્રા દેશના વિવિધ ભાગોમાં ફરીને તા. ૨૭ મી જાન્યુઆરી, ૨૦૧૯ ના રોજ દિલ્હી ખાતે તમામ ટ્રેકના સાયકલીસ્ટો એકઠા થશે.

આ સાયકલ યાત્રા અમદાવાદ જિલ્લામાંથી ગાંધીનગર જિલ્લામાં આવી હતી. તેમની સાથે અમદાવાદ જિલ્લાના ૨૦ જેટલા સાયકલીસ્ટ યુવક-યુવતીઓ પણ સાથે ગાંધીનગર આવ્યા હતા. રાજયના પાટનગર માં પધારેલા સાયલીસ્ટોને મીઠો આવકાર અને સ્વાગત કરવા માટે આજે બપોરના ૩.૦૦ કલાકે એક કાર્યક્રમ યોજાયો હતો.

અમદાવાદ જિલ્લામાંથી આવેલા સાયકલીસ્ટોને પ્રમાણ પત્રોનું વિતરણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે એફ. એસ. એસ. એ. આઇ. ના પિયુષભાઇએ મીઠુ, ખાંડ અને તેલ કેમ જીવનમાં વપરાશ ધટાડવો અને તે ધટાડવાથી શું ફાયદાઓ થાય છે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરી હતી. આ અંગેની જાગૃતિ આપતું પ્રેઝેન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. એફ.એસ.એસ.એ. આઇ. માર્કવાળી ખાધ ચીજ વસ્તુ ખરીદવાના ફાયદાની પણ વાત કરી હતી.

Previous articleરોટરી ક્લબ ઓફ દહેગામ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો
Next articleગાંધીનગરમાં ફરી દેખાયો દીપડો, વન વિભાગે લોકોને એકલા ન નીકળવાની સૂચના આપી