મહુવા સર્કીટ હાઉસમાં કોંગ્રેસની મળેલી બેઠક

0
331

મહુવામાં આજે સર્કિટ હાઉસ ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસની બેઠક મળી છે જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને મહુવા વિધાનસભાની જવાબદારી નિભાવતા મિલન કુવાડીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા બેઠકની શરૂઆતથી જ મિલન કુવાડીયાએ કોઈ ભાષણબાજી નહીં પક્ષને કઈ રીતે મજબૂત કરી શકાય તેની ઝીણવટ ભરી ચર્ચાઓ ઉપસ્થિત આગેવાન કાર્યકરો સાથે કરી હતી બેઠકમાં કોઈ ભાષણબાજી કે સ્વાગત કાર્યક્રમો ન રાખવા કુવાડીયાએ અપીલ કરી હતી આ વાતને ઉપસ્થિત સૌએ વધાવી લીધી હતી કહી શકાય કે કોંગ્રેસમાં આ એક નવી પ્રણાલિકા અહીં જોવા મળી હતી જમીન પર સામાન્ય કાર્યકર સાથે બેસી વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી ઉપસ્થિત સૌના સૂચનો લેવામાં આવ્યા હતા પક્ષના મજબૂત માટે અને સમિતિ રચના માટે ચર્ચાઓ થઈ હતી બેઠકમાં શહેર તાલુકા કોંગ્રેસ સહિત મહિલા મોરચો યુવા કોંગ્રેસ સોસિયલ મીડિયા વિભાગ સહિત વિવિધ ડિપારમેન્ટના લોકો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here