શૌર્યદિન નિમિત્તે વિરાટ બાઈક રેલી

1020

આજે ૬ ડિસેમ્બર બાબરીધ્વંસ દિનને શૌર્યદિન તરીકે ઉજવાય છે. જેના ભાગરૂપે બજરંગદળ, વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભાવનગર શહેરમાં વિરાટ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તા.૧૬મીને ભાવનગરમાં યોજાનાર હિન્દુ ધર્મસભા પૂર્વે નિકળેલી રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું.

આગામી તા.૧૬મીના રોજ શહેરના એ.વી. સ્કુલ મેદાનમાં હિન્દુ ધર્મસભાનું આયોજન કરવામાં આવેલ છે તે પૂર્વે આજે બાબરીધ્વંસ દિન શૌર્યદિન નિમિત્તે બજરંગદળ, વિહિપ દ્વારા વિરાટ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને ભગવાનેશ્વર મંદિર સુભાષનગર ખાતેથી તપસ્વીબાપુની વાડીના મહંત રામચંદ્રદાસજી સહિત સંતોએ પ્રસ્થાન કરાવી હતી. ચુસ્ત બંદોબસ્ત સાથે નિકળેલી વિરાટ બાઈક રેલી ભગવાન જગન્નાથજી રથયાત્રાના ૧૮ કિ.મી.ના રૂટ ઉપર ફરી હતી. જેમાં રપ૦ ઉપરાંત બાળકો સાથે વિહિપ, બજરંગદળના કાર્યકરો અને હોદ્દેદારો જોડાયા હતા. વિરાટ બાઈક રેલી ઘોઘાગેટ ચોક ખાતે પહોંચતા ફટાકડાની ભવ્ય આતશબાજી કરી શૌર્યદિનની ઉજવણી કરવામાં આવેલ ત્યાંથી બાઈક રેલી આગળ વધીને સુભાષનગર પરત ફરી હતી. સમગ્ર રૂટ ઉપર બાઈક રેલીએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. આ રેલીમાં વિહિપ, બજરંગદળના હોદ્દેદારો, કાર્યકરો મોટીસંખ્યામાં જોડાયા હતા. જ્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો.

Previous articleકરચલીયાપરા વાલ્મીકી વાસમાં જાહેરમાં જુગાર રમતા ૬ ઝડપાયા
Next articleપરિવારને ઘરમાં પુરી બહારથી તાળુ મારી ધમકી આપી વ્યાજખોરો પલાયન