મેયર, ચેરમેન, કમિશ્નર સહિતે બજારમાં વેપારીઓને સ્વચ્છતા જાળવવા સમજાવ્યા

0
444

ભાવનગર શહેરને કચરામુક્ત બનાવવા ચલાવાઈ રહેલા સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે આજે સાંજે મહાપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને મુખ્ય બજારમાં દુકાને દુકાને ફરીને વેપારીઓને રાત્રિના સમયે બહાર કચરો ન નાખવા અનુરોધ કર્યો હતો અને રાત્રિના ટેમ્પલ બેલ આવશે તેમાં જ કચરો નાખવા જણાવેલ.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડોનો ખર્ચ કરવા છતા સફળતા મળી ન હતી. વેપારીઓ બજારમાં દુકાન બંધ કરીને રાત્રિના કચરો બહાર નાખતા હોય તે બંધ કરાવવા આજે સાંજના સમયે મેયર મનભા મોરી, ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, કમિશ્નર ગાંધી સહિત અધિકારીઓ, પદાધિકારીઓ મુખ્યબજારમાં પહોંચ્યા હતા અને દુકાનો પર જઈને વેપારીઓને ખાસ કરીને ખાદ્યપદાર્થ વેચતા લોકોને રાત્રિના સમયે દુકાન બંધ કર્યા બાદ કચરો રસ્તા ઉપર નહીં નાખતા ટેમ્પલ બેલમાં જ નાખવા જણાવ્યું હતું અને સ્વચ્છતા અંગે સમજણ આપી હતી.

મ્યુ. અધિકારીઓ, પદાધિકારીઓ મુખ્ય બજાર ઉપરાંત પીરછલ્લા શેરી, વોરાબજાર, ગોળબજાર, ખારગેટ સહિતના વેપારીઓને રૂબરૂ મળીને સ્વચ્છતા જાળવવા સુચના આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here