અયોધ્યામાં કલમ ૧૪૪ વચ્ચે બાબરી ધ્વંસ વરસી પસાર થઇ

854

બાબરી મસ્જિદ ધ્વંસની આજે ૨૬મી વરસીના દિવસે સમગ્ર ઉત્તરપ્રદેશમાં સઘન સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી.  બાબરી વરસી શાંતિપૂર્ણરીતે પસાર થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો. કોઇ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના તમામ પગલા લેવામાં આવ્યા હતા.  સાવચેતીરુપે કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી. હાલમાં રામમંદિર નિર્માણની ગતિવિધી અને રામ મંદિર નિર્માણની માંગ તીવ્ર બન્યા બાદ સમગ્ર અયોધ્યા છાવણીમાં ફેરવી દેવામાં આવતા તમામ જગ્યાએ સઘન સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં આવી હતી. બાબરી મસ્જિદ ધ્વંસની આજે ૨૬મી વરસીના દિવસે મંદિર શહેર અયોધ્યા સહિત દેશમાં સઘન સુરક્ષા રાખવામાં આવી હતી. હાલમાં હુમલાની દહેશત વચ્ચે  તમામ જગ્યાએ સાવચેતી રાખવામાં આવી હતી. મંદિર શહેર અયોધ્યામાં હજારો  સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા.  પ્રતિબંધાત્મક આદેશો પણ જારી  કરવામાં આવ્યા હતા.   સ્થાનિક વહીવટીતંત્ર ત્રણ સ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.   અયોધ્યા અને ફેજાબાદ ખાતે ખાસ પગલા લેવામા ંઆવ્યા હતા.  બાબરી મસ્જિદ ધ્વસની વરસી શાતિપૂર્ણરીતે પૂર્ણ થાય તે માટે તમામ જરૂરી પગલા લેવામાં આવ્યા હતા.  અયોધ્યામાં ઉચ્ચ સ્તરીય સુરક્ષા મિટિંગ પણ ગઇકાલે જ યોજાઈ ગઈ હતી. ફૈઝાબાદ અને અયોધ્યામાં હાઈએલર્ટ પર સુરક્ષા દળોને રખાયા હતા. સરિયુ નદી ખાતે પીએસીનો કાફલો તેનાત કરવામાં આવ્યો હતો. બાબરી મસ્જિદ ધ્વંસને આજે ૨૬ વર્ષ થઈ ગયા છે પરંતુ ઘણા વિવાદો અને પ્રશ્નોનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી. છઠ્ઠી ડિસેમ્બર ૧૯૯૨ના દિવસે ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ૧૬મી સદીની મસ્જિદને તોડી પાડવામાં આવી હતી ત્યારબાદ મસ્જિદ તોડી પાડવાના વિરોધમાં મુંબઈ અને અન્ય વિસ્તારોમાં વ્યાપક હિંસા ભડકી ઉઠી હતી અને આ હિંસાનો દોર ઘણા સમય સુધી ચાલ્યો હતો. બાબરી મસ્જિદને રામ જન્મ ભૂમિ તરીકે જાણીતી જમીન પર ફરી કબજો જમાવવાના પ્રયાસરૂપે હિન્દુ કાર સેવકો દ્વારા તોડી પાડવામાં આવી હતી.ધાર્મિક કાર્યક્રમ એકાએક હિંસામાં ફેરવાઈ જતા આ મસ્જિદને આ હિંસા વેળા તોડી પાડવામાં આવી હતી. બાબરી મસ્જિદ ધ્વંસના પરિણામે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના વચ્ચે મહિનાઓ સુધી આંતરકોમવાદી હિંસાનો દોર ચાલ્યો હતો જેથી ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા હતા. અયોધ્યા શહેરને હિન્દુ લોકો ભગવાન રામના જન્મ સ્થળ તરીકે ગણે છે. અયોધ્યાને ઝોન અને સેક્ટરમાં ફેરવી દઇને પગલા લેવામાં આવ્યા હતા. છ કંપની પીએસીની ગોઠવવામાં આવી હતી.

Previous articleઉ.પ્રદેશના બહીરાઈચના ભાજપ સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ પક્ષમાંથી રાજીનામુ આપ્યુ
Next articleભાજપ પૂણે લોકસભા બેઠક પરથી અભિનેત્રી માધુરી દિક્ષિતને ટિકિટ આપશે..!?