ઓર્લેન્ડો બ્લૂમ સાથે ડેટ પર જવા કેટી પેરીએ ૫૦ હજાર ડૉલર્સ ચૂકવ્યા..!!

1073

એક ચેરિટી ઇવેન્ટ માટે પૈસા ભેગા કરવા હોલિવૂડના ટોચના અભિનેતા ઓર્લેન્ડો બ્લૂમે પોતાની એક ડેટનું લીલામ જાહેર કરતાં એવીજ ટોચની મોડેલ કમ અભિનેત્રી કેટી પેરીએ પચાસ હજાર ડૉલર્સ ચૂકવવાની તૈયારી દાખવી હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું. વન લવ માલિબુ નામના પ્રોજેક્ટ માટે ઓર્લેન્ડોએ પોતાની ડેટનું લીલામ જાહેર કર્યું હતું. આ ડેટ મેળવવા પચાસ હજાર ડૉલર્સની ઑફર મૂકનારી કેટીએ કહ્યું, ’ઓર્લેન્ડો મોટરબાઇક પર લટાર મારવાનો છે.

એની પાછળ બેસવાનું એટલે કે તમે એની કમર ફરતે કે ખભા ફરતે હાથ મુકીને બેસી શકો, એની સાથે લંચ લઇ શકો અને એની સાથે સતત થોડા કલાક રહીને લાખ્ખો ડૉલર્સની પબ્લિસિટી મેળવી શકો. હું બ્લૂમની ફેન છું એટલે મેં આ ડેટ ખરીદી લીધી હતી એમ ઇઓનલાઇન ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું.ઔધ લોર્ડ ઑફ ધ રિંગ્સ ટ્રિલોજીનો હીરો ઓર્લેડો બ્લૂમ અત્યારે હોલિવૂડના પ્રથમ પંક્તિના કલાકારોમાં પહેલી હરોળમાં છે. લીલામમાં સૌથી ઊંચી બોલી વીસ હજાર ડૉલર્સ પર પહોંચી ત્યારે પોતાનું નામ લૌરા જણાવીને કેટીએ પચાસ હજાર ડૉલર્સની ઑફર મૂકી હતી જેને કોઇએ પડકારી નહોતી. આ ડેટ કેટીને મળી હતી.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleઝરીન ખાને પોતાની ભૂતપૂર્વ મેનેજર સામે ફરિયાદ નોંધાવી