અમદાવાદમાં પ્રથમવાર રમાશે પીબીએલ સિંધૂ-સાઇના નેહવાલ બનશે મહેમાન

0
296

અમદાવાદના રમતપ્રેમીઓ માટે આનંદના સમાચાર છે. ભારતની સ્ટાર બેડમિન્ટન પ્લેયર સાઇના નેહવાલ અને પીવી સિંધૂ અમદાવાદમાં રમવા આવવાના છે. આ બંને સ્ટાર ઉપરાંત શ્રીકાંત, પ્રણોય, સૌરભ વર્મા, સ્પેનની સ્ટાર પ્લેયર કારોલિના મારીન પણ અમદાવાદમાં રમવા આવશે.

અમદાવાદમાં પ્રથમ વખત પ્રીમિયર બેડમિન્ટન લીગ (પીબીએલ)ની મેચો રમાવાની છે. પીબીએલની ચોથી સિઝનનો ૨૨ ડિસેમ્બરથી પ્રારંભ થઈ રહ્યો છે. આ દરમિયાન ૨ થી ૬ જાન્યુઆરીએ આ લીગની મેચો અમદાવાદના ટ્રાન્સમીડિયા સ્ટેડિયમમાં રમાવાની છે. જેમાં સિંધૂ અને સાઈના સહિત વિશ્વભરના સ્ટાર બેડમિન્ટન ખેલાડીઓ અમદાવાદના મહેમાન બનશે. પ્રથમ વખત અમદાવાદમાં પીબીએલની મેચો રમાશે.

પ્રીમિયર બેડમિન્ટન લીગમાં આ વખતે કુલ ૯ ટીમો ભાગ લઈ રહી છે. જેમાં અમદાવાદ સ્મૈશ માસ્ટર્સ, અવૈધ વોરિયર્સ, બેંગલુરુ બ્લાસ્ટર્સ, ચેન્નાઈ સ્મેશર્સ, દિલ્હી ડૈશર્સ, પૂણે ૭ અસેસ, નોર્થ ઇસ્ટર્ન વોરિયર્સ, હૈદરાબાદ હંટર્સ અને મુંબઈ રોકેટ્‌સ ટીમનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here