હોકી વિશ્વ કપઃ આર્જેન્ટીનાને ૫-૩થી હરાવીને ફ્રાન્સનો આગામી રાઉન્ડમાં પ્રવેશ

0
288

હોકી વિશ્વકપના ૧૮મા મેચમાં ફ્રાન્સે આર્જેન્ટીનાને હરાવીને ટૂર્નામેન્ટમાં મેજર અપસેટ સર્જયો હતો. કલિંગા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ફ્રાન્સે ઓલમ્પિક ચેમ્પિયન આર્જેન્ટીનાને ૫-૩થી હરાવીને આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો.

આ જીતની સાથે ફ્રાન્સના પૂલમાં ચાર પોઈન્ટ લઈને બીજુ સ્થાન હાસિલ કરી આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો છે. પ્રથમ ક્વાર્ટરમાં આર્જેન્ટીનાએ પોતાનો બદબદો દેખાડ્યો. તેણે સતત ફ્રાન્સને ઘેર્યું હતું, ત્રણ વાર તે ગોલ કરવાની નજીક આવ્યા પરંતુ અસફળ રહી હતી.

આર્જેન્ટીના આક્રમક રમત બાદ પણ ફ્રાન્સથી ગોલ કરવામાં પાછળ રહ્યું હતું. ૧૮મી મિનિટમાં હ્રયૂગો જેનેસ્ટેટે ગોલ કરીને ફ્રાન્સને ૧-૦ની લીડ અપાવી હતી. એક ગોલની લીડ લીધા બાદ ફ્રાન્સને ૨૩મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળ્યો અને તેના પર વિક્ટર ચાલ્ર્‌ટે ગોલ કરીને પોતાની ટીમને ૨-૦થી આગળ કરી દીધી હતી.

ત્યારબાદ આર્જેન્ટીના પર દબાવ વધ્યો હતો. ત્રણ મિનિટ બાદ અરિસ્ટિડે કોઇસ્નેએ ફીલ્ડ ગોલ કરીને ફ્રાન્સને ૩-૦થી આગળ કરી દીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here