૬ કેચ ઝડપી પંતે કરી ધોનીના ૯ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી

780

ભારતે એડિલેડ ટેસ્ટના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાને ફક્ત ૨૩૫ રનમાં ઓલઆઉટ કરી દીધું છે. આ સાથે પ્રથમ ઇનિંગ્સમાં ટીમ ઇન્ડિયાએ ૧૫ રનની લીડ મેળવી છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ઇનિંગ્સામં ૨૫૦ રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓના ત્રણેચ કેચ રિષભ પંતે પકડ્યા હતા. પંતે ટેસ્ટની પ્રથમ ઇનિંગ્સમાં ૬ કેચ પકડ્યા હતા. આ સાથે જ પંતે એમએસ ધોનીના ૯ વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ધોનીએ ૨૦૦૯માં વેલિંગ્ટનમાં ન્યૂઝીલેન્ડ સામે એક ઇનિંગ્સમાં ૬ કેચ ઝડપ્યા હતા.

ત્રીજા દિવસે ભારતના શમીએ ૨ વિકેટ, જ્યારે બુમરાહે ૧ વિકેટ ઝડપી હતી. શમીએ સતત બે બોલ પર હેડ અને હેઝલવુડને આઉટ કર્યા હતા. હવે શમી બીજી ઇનિંગ્સમાં બોલિંગ કરવા આવશે તો તેની પાસે હેટ્રિક લેવાની તક રહેશે.

ઓસ્ટ્રેલિયા તરફથી હેડે સૌથી વધારે ૭૨ રન બનાવ્યા હતા. હેડ્‌સકોમ્બે ૩૪,ખ્વાજાએ ૨૮ અને હેરિસે ૨૬ રન બનાવ્યા હતા.

Previous articleબાળકોને રમવા દેતા નથી’ ને ઓલિમ્પિક મેડલની ઇચ્છા રાખો છો : કપિલ દેવ
Next articleરાજ્યમાં જળસંકટ બન્યું ઘેરું, મોટાભાગના જળાશયોમાં ૧૦%થી પણ ઓછું પાણી રહ્યું