ફ્રાન્સમાં ૧૦ વર્ષનું સૌથું હિંસક પ્રદર્શન, આખું પેરિસ સજ્જડ બંધ, ૫૦૦થી વધુની ધરપકડ

579

ફ્રાન્સમાં થઈ રહેલા સરકાર વિરોધી દેખાવોની ગંભીરતા જોતા સરકારે કોઈપણ અનીચ્છનીય ઘટનાનો સામનો કરી શકાય એ માટે સુરક્ષા વ્યવસ્થા અત્યંત ચુસ્ત બનાવી છે. આ સાથે વિશ્વપ્રસિદ્ધ એફિલ ટાવરને પણ શનિવારે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્રણ સપ્તાહથી ચાલી રહેલા વિરોધી પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને શહેરમાં બંદોબસ્ત માટે સૈનિકોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. રાજધાની પેરિસમાં ૮ હજાર પોલીસકર્મીઓને તૈનાત કરવામાં આવશે. પોલીસે પેરિસમાં સૌથી વધુ જોખમી એવા ૧૪ સ્થળોને ચિહ્નિત કર્યા છે. આ તમામ સ્થાનોને ખાલી કરાવવામાં આવશે. ૨૮૩ સ્કૂલોના છાત્રો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.  હાલમાં એક દશકામા સૌથી ખરાબ વિરોધ પ્રદર્શનો ફ્રાન્સમાં થઈ રહ્યાં છે. જે સરકારને ડૂબાડે તેવી સંભાવના છે. એક સપ્તાહથી મેક્રોને આ અંગે કોઇ જવાબ આપ્યો નથી. સરકારે ૫૦૦ છાત્રોની ધરપકડ કરી છે. દેશના તમામ પર્યટન સ્થળોને બંધ કરી દેવાયા છે. સરકારે  લૂંટફાટ ન વધે માટે પોલીસબળ પણ વધુ ગોઠવ્યું છે.

દેખાવકારો દ્વારા જાહેર ફર્નિચર અને નિર્માણ સ્થળોને નિશાન બનાવાય એવી આશંકા હોવાથી પોલીસ રેલિંગ, કાચના કન્ટેનર જેવા સામાનને ચર્ચિત ચેમ્પસ-એલીસ સહિત ચિહ્નિત ક્ષેત્રોમાંથી હટાવી લેવામાં આવશે. છેલ્લા દાયકાઓમાં સૌથી ખરાબ હિંસાનો સમય જોઈ રહેલા ફ્રાન્સે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરતા પોલીસ સંખ્યાબળ ૬૫ હજારથી વધારીને ૮૯,૦૦૦ કરી દેવાયું છે. આ ઘટનાઓમાં ૪૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ૧૩૦થી વધુ લોકો ઘાયલ થયા છે. ડિઝલ પર વધેલા ટેક્સના વિરોધમાં ૧૭ નવેમ્બરથી ફ્રાન્સમાં બે સપ્તાહથી ‘યેલો વેસ્ટ’ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે.

સોશિયલ મીડિયાના કારણે વિરોધ સમગ્ર દેશમાં ફેલાયો છે. વિરોધીઓએ ફ્રાન્સના માર્ગો બ્લોક કર્યા અને શોપિંગ મોલ, કારખાનાઓ અને કેટલાક ઈંધણ ડેપોને પણ બંધ કરાવી દીધા હતા. આને જોતાં ફ્રાન્સ સરકાર ઈમર્જન્સી લગાવવા જેવા મોટ પગલા પર વિચાર કરી રહી છે. આ વિરોધ પ્રદર્શનો ઝડપથી રાષ્ટ્રપ્રમુખ એમેન્યુઅલ મેક્રોનના વિરોધમાં તબદીલ થયા છે. સ્થિતિ વણસતી જોઈને શનિવારે એફિલ ટાવર અને અન્ય પ્રવાસન સ્થળોને બંધ રાખવામાં આવ્યા છે.

Previous articleસર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે હુડાના નિવેદન બાદ રાહુલના પ્રહાર
Next articleબ્રાઝિલમાં બે બેન્કો પર હુમલોઃ પાંચ બંધકો સહિત ૧૨ લોકોના મોત