બ્રાઝિલમાં બે બેન્કો પર હુમલોઃ પાંચ બંધકો સહિત ૧૨ લોકોના મોત

554

બ્રાઝીલના મિલાગ્રેસ શહેરમાં બે બેંકો પર હુમલાની ઘટનામાં પાંચ બંધકો સહિત ૧૨ લોકો માર્યા ગયાં. સ્થાનિક મેયર લેઈલસન લેન્ડિમે ફોલ્હા ડિ સાઓ પાઉલો અખબારને જણાવ્યું કે માર્યા ગયેલા પાંચેય બંધક એક જ પરિવારના હતાં. આ લોકો પાસેના એરપોર્ટથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે જ કેટલાક લૂટારુંઓએ તેમને બંધક બનાવી દીધા હતાં.

સિએરા પ્રાંતના સુરક્ષા મંત્રી એન્ડ્રે કોસ્ટાએ એક નિવેદનમાં કહ્યું કે માર્યા ગયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. આ સાથે જ મોતની પરિસ્થિતિઓ અંગે ભાળ મેળવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

જો કે તેમણે એ ન જણાવ્યું કે બંધકોના મોત કોની ગોળીથી થયા છે. લેન્ડિમે પહેલા જ કહ્યું હતું કે પ્રારંભિક સૂચનાથી લાગ્યું હતું કે અપરાધીઓએ બંધકોને માર્યા અને પોલીસે અપરાધીઓને ઠાર કર્યાં.

કોસ્ટાના કાર્યાલય મુજબ બે શંકાસ્પદોની ધરપકડ કરી લેવામાં આવી છે. કાર્યાલયના જણાવ્યાં મુજબ હથિયારોથી લેસ જૂથ શહેરમાં ઘૂસ્યો અને શહેરની મધ્યમાં પહોંચીને તેણે ઘટનાને અંજામ આપવાની કોશિશ કરી. સંદિગ્ધો અને પોલીસ વચ્ચે ફાયરિંગ થયું. નિવેદનમાં કહેવાયું કે જૂથના ૬ સભ્યો માર્યા ગયાં અને છ અન્ય લોકો ફાયરિંગના કારણે માર્યા ગયા. માર્યા ગયેલા ૧૨માં વ્યક્તિની ઓળખ હાલ થઈ શકી નથી. બેંક પર હુમલો કરવામાં ઉપયોગમાં લેવાયેલા ૩ વાહનો, અનેક હથિયારો અને વિસ્ફોટકો જપ્ત કરાયા છે. જૂથે મિલાગ્રેસમાં એક જ માર્ગ પર સ્થિત બે બેંકો પર વહેલી સવારે હુમલો કર્યો.

Previous articleફ્રાન્સમાં ૧૦ વર્ષનું સૌથું હિંસક પ્રદર્શન, આખું પેરિસ સજ્જડ બંધ, ૫૦૦થી વધુની ધરપકડ
Next articleબુલંદશહેર હિંસામાં સામેલ આર્મી જવાનની અંતે ધરપકડ કરી લેવાઈ