મધ્યપ્રદેશમાં ચોથી વખત ભાજપ સરકાર બનશે : શિવરાજનો દાવો

611

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચુંટણી માટે શુક્રવારના દિવસે મતદાનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એક્ઝિટ પોલના પરિણામ આવી ગયા છે. એક્ઝિટ પોલમાં કોંગ્રેસની જીત દર્શાવવામાં આવી રહી છે. જેથી કોંગ્રેસી નેતાઓમાં ખુશીનું મોજુ ફરી વળ્યું છે. કેટલાક ચેનલો ભાજપને પણ તક આપી રહ્યા છે. નિવેદનબાજીનો દોર પણ શરૂ થઈ ગયો છે. એક્ઝિટ પોલ અને પ્રતિક્રિયા આપતા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ચોથી વખત સત્તામાં આવવાનો દાવો કર્યો છે. ચુંટણી પરિણામથી પહેલા પરિવારની સાથે ફરવા માટે નિકળેલા શિવરાજસિંહે કહ્યું હતું કે રાજ્યના સૌથી મોટા સર્વે કરનાર વ્યક્તિ તો તેઓ પોતે જ છે. તેઓ ેશા જનતાની વચ્ચે રહે છે અને તેમને મળતા રહે છે. કોઈ શંકા દેખાઈ રહી નથી. ભાજપની સરકાર ફરી બનવા જઈ રહી છે. બીજી બાજુ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રચાર સમિતિના પ્રમુખ જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું છે કે એક્ઝિટ પોલ માટે તેમના મનમાં ખુબ સન્માન છે.

પરંતુ આ દેશમાં એક્ઝિટ પોલના ઈશારે પરિણામ ઉપર પહોંચી શકાય નહીં. મધ્યપ્રદેશની જનતા આ વખતે પરિવર્તનના મૂડમાં છે. નિર્ણાયક ચુકાદો આપનાર છે. શુક્રવારના દિવસે આવેલા એક્ઝિટ પોલના પરિણામ બાદ કોંગ્રેસને છત્તીસગઢમાં પણ લીડ મળી ગઈ છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભુપેશે કહ્યું છે કે ભાજપ ચોથી વખત સત્તામાં આવી શકશે નહીં. ભાજપે ૧૫ વર્ષથી પ્રજાને ગેરમાર્ગે દોરી છે. ભ્રષ્ટાચારની તમામ હદો પાર કરી લીધી છે. એક્ઝિટ પોલ પર પ્રતિક્રિયા આપતા રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ કોંગ્રેસી નેતા અશોક ગેહલોતે કહ્યું હતું કે રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર જ બનવા જઈ રહી છે. સમગ્ર દેશનું ધ્યાન એક્ઝિટ પોલ ઉપર કેન્દ્રિત થઈ ગયું છે. પ્રદેશની રાજ્ય સરકારે છેલ્લા ઘણા સમયથી કુશાસન આપ્યું હતું જેનો જવાબ લોકોએ આપ્યો છે. બીજી બાજુ કેન્દ્રિય માનવ સંસાધન વિકાસ મંત્રી અને વરિષ્ઠ ભાજપ નેતા પ્રકાશ જાવડેકરે કહ્યું છે કે એક્ઝિટ પોલ ઉપર તેઓ કોઈ પ્રતિક્રિયા આપશે નહીં કારણ કે સાચા પરિણામ ૧૧મી ડિસેમ્બરના દિવસે આવશે. આપણે પરિણામની રાહ જોવી જોઈએ. એક્ઝિટ પોલના પરિણામ કેટલીક વખત સાચા હોતા નથી. કેટલીક વખત અયોગ્ય પરિણામ પણ આવે છે.

Previous articleહોકી વર્લ્ડકપમાં કેનેડા પર ભારતની જીત થઈ
Next articleJKમાં બસ ખીણમાં ખાબકી, ૧૩ના મોત