પુરાવો શોધવા આરોપી યશપાલને લઈને પોલીસ દિલ્હી જવા રવાના

747

LRD પેપરલીક કૌભાંડમાં દિલ્હી ગયેલી પોલીસ ટીમને હજી એક દિવસ પહેલા જ મોટો પુરાવો હાથ લાગ્યો હતો. પોલીસ તપાસ ટીમને દિલ્હીની હોટલમાંથી સીસીટીવી ફૂટેજ મળી આવ્યા છે. આ ફૂટેજમાં આરોપીઓ અવરજવર કરતા હોવાના દ્રશ્યો મળી આવ્યા છે. ત્યારે હવે ગાંધીનગર પોલીસ અન્ય એક આરોપી યશપાલસિંહ સોલંકીને લઈને દિલ્હી જવા રવાના થઈ ગઈ છે.

ગાંધીનગર એલસીબી ૭ ડિસેમ્બરના રોજ બે આરોપીઓ પ્રિતેશ પટેલ અને અજય પરમારને દિલ્હી લઈ ગઈ હતી. ત્યારે હવે આજે રવિવારે ગાંધીનગર પોલીસ યશપાલને લઈને દિલ્હી જવા નીકળી ગઈ છે.

યશપાલ નિલેશ નામની વ્યક્તિને મળ્યા બાદ યશપાલ દિલ્હી ગયો હતો. યશપાલ હાઈવે પર જ્યાં જ્યાં  ઉભો રહ્યો હતો ત્યાં પણ પોલીસ તપાસ હાથ ધરાશે.

ઉલ્લેખનીય છે કે, પેપર લિંક કાંડના બે આરોપીઓને લઈને ૭ ડિસેમ્બરના રોજ ગાંધીનગર એલસીબી દિલ્હી જવા રવાના થઈ હતી. જેમાં પ્રિતેશ પટેલ અને અજય પરમાર નામના બે આરોપીઓને સાથે રાખવામાં આવ્યા હતા. પેપર ખરીદનાર આરોપીઓના જણાવ્યા અનુસાર પોલીસે દિલ્હી જતા સમયે વાટડા ટોલટેક્સ પર ઉભા રાખીને  ૩૦ તારીખ રાત્રિના સીસીટીવી ફૂટેજ મેળવવા માટેની તજવીજ હાથ ધરી હતી.

Previous articleએડિલેડ ક્રિકેટ ટેસ્ટ જીતવા ભારત તક : છ વિકેટ જરૂરી
Next articleપૂર્વ CM કેશુભાઇએ તબીયત બગડતાં ગાંધીનગર સિવિલમાં સારવાર લીધી