આહીર રેજીમેન્ટની માંગ સાથે આહીર યુવાનો વડાપ્રધાનને પ લાખ પોસ્ટકાર્ડ લખશે

857

આહીર સમાજના યુવાનોએ હવે ભારતીય સેનામાં આહીર રેજીમેન્ટની માંગ કરી છે. આહીર સમાજના અને યુવા આંદોલનકારીઓ દ્વારા આ મામલે પોસ્ટકાર્ડ અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.

આ પોસ્ટકાર્ડ અભિયાન ૮ ડિસેમ્બરથી ૧૭ ડિસેમ્બર સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ચાલશે. અને પોસ્ટકાર્ડ અભિયાન થકી ગુજરાતથી ૫ લાખ યુવનાનોના પોસ્ટકાર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને રજુઆત કરવામાં આવશે. આ ઉપરાંત ૨૭ ડિસેમ્બરના રોજ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં રેલી યોજી જિલ્લા કલેક્ટરોને આવેદન પત્ર આપવાનું આયોજન કરાયું છે. તેવી જ રીતે ૨૭ ડિસેમ્બરના રોજ યુવાનો સાથે દિલ્લીના જંતર મંતર પર ધરણાં કરી સંસદનો ઘેરાવો કરશે.

જો તેમ છતાં કેન્દ્ર સરકાર દ્વારા આહીર સમાજની આ માંગોનો સ્વીકાર કરવામાં નહિ આવે તો ૪ ફેબ્રુઆરીના રોજ દિલ્લીના રામલીલા મેદાનમાં કુચ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્વનું છે ભારતીય સેનામાં અનેક જ્ઞાતિઓ અને પ્રાંત આધારિત રેજીમેન્ટો છે. ત્યારે આહીર સમાજે પણ રેજીમેન્ટની માંગ કરી છે. તેમજ દરેક રાજ્યના પાઠ્‌ય પુસ્તકોમાં રેજાંગ્લા યુદ્ધની શોર્યગાથાનો સમાવેશ કરવા ઉપરાંત ૧૮ નવેમ્બરને રેજાંગલા દિવસ તરીકે જાહેર કરવા માંગ કરવામાં આવી છે.

Previous articleવાઈબ્રન્ટ ઈફેકટ : શહેરના રસ્તાઓનું રીસર્ફેસીંગ શરૂ
Next articleગુજરાતમાં ૪ લાખ નાના-મધ્યમ ઉદ્યોગો પૈકી ૮૦% મંદીની ઝપેટમાં, ૫૦%ને તાળા લાગ્યા