મુંબઈમાં હીરા વેપારી મર્ડર કેસઃ સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ સહિત બેની ધરપકડ

702

મુંબઈમાં હીરાના વેપારી રાજેશ્વર ઉડાનીના અપહરણ અને બાદમાં હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે.

પોલીસે આ સંદર્ભમાં એક સસ્પેન્ડેડ કોન્સ્ટેલબ સહિત બેની ધરપકડ કરી છે.આ મામલામાં ટીવી અભિનેત્રી અને સિરિયલમાં ગોપી બહૂનુ જાણીતુ પાત્ર ભજવનાર દેવોલીના ભટ્ટાચાર્યની પણ પૂછપરછ કરી હોવાની વિગતો બહાર આવી છે.ટીવી પરના ફેમસ શો સાથ નિભાના સાથિયા ફેમ ગોપી બહૂને હજી સુધી પોલીસે ક્લીન ચીટ આપી નથી. પોલીસના કહેવા પ્રમાણે રાજેશ્વરલાલ કિશોરીની કોલ ડિટેલ્સમાં ગોપી બહૂનુ નામ હતુ.

આ હાઈપ્રોફાઈલ કેસમાં પાંચ લાખ રુપિયા આપીને બે કોન્ટ્રેક્ટ કિલર અને એક મોડેલની મદદ લેવાઈ હતી.જેમાં મોડેલે હીરાના વેપારીનુ મજાકીયા વીડિયોના ભાગરુપે ખાલી ખાલી ગળુ દબાવવાનુ હતુ પણ શૂટિંગ વખતે ભાડૂતી હત્યારાઓએ વેપારીનુ ગળુ ખરેખર દબાવીને મર્ડર કરી નાંખ્યુ હતુ.

ઘાટકોપરની મહાલક્ષ્મી સોસાયટીમાં રહેતા રાજેશ્વર ઉડાની ૨૮ નવેમ્બરે લાપતા થયા હતા.તેમનો મૃતદેહ દસ દિવસ બાદ રાયગઢ જિલ્લાના પનવેલમાં મળી આવ્યો હતો.

 

Previous articleશિવપાલ યાદવની રેલીમાં મુલાયમ પણ હાજર રહ્યા
Next articleબુલંદશહેર : જીતુ ફોઝી ૧૪ દિવસ માટે કસ્ટડીમાં