ચોરી, ઘરફોડના ગુન્હામાં નાસતા-ફરતા આરોપીઓને પકડી પાડતી બોટાદ પોલીસ

911

બોટાદ જીલ્લાના પોલીસ વડા હર્ષદ મહેતાના ખાસ ઝુંબેશ હાથ ધરેલ અને તેના ભાગરૂપે આજ રોજ વિભાગીય પોલીસ અધિકારી રાજદીપસિંહ નકુમ સાહેબના માર્ગદર્શન હેઠળ બોટાદ પો.સ્ટે.ના પો.ઇન્સ. એન.કે.વ્યાસ તથા અલગ અલગ કુલ ત્રણ ટીમ બનાવી જેમા પો.કોન્સ જયપાલસિંહ અનિરૂધ્ધસિંહ ચુડાસમાં, હે.કોન્સ અરવિંદભાઇ ઉકાભાઇ મકવાણા, ભગીરથસિંહ વિરસંગભાઇ લીંબોલા, પો.કોન્સ રાજેશભાઇ ચતુરભાઇ વીદાણી, હે.કો. વનરાજભાઇ વીશુભાઇ બોરીચા, વિરમભાઇ છેલાભાઇ ભરવાડ તથા ગોવિંદભાઇ કાળુભાઇ  ગલચર, મહિલા પોલીસ કર્મી નયનાબેન રમેશભાઇ જાદવ એ રીતે નાઓ અલગ અલગ વિસ્તારમાં નાસતા-ફરતા આરોપીઓ હુસૈનભાઇ રાયાભાઇ ડફેર રહે.ગોદાવરી.જી.સુરેંદ્રનગર  જે  છેલ્લા ૨૨ વર્ષથી નાસતો ફરતોહોય તેને તથા જયંતિભાઇ ધીરૂભાઇ સારોલીયા રહે.મુળ બોટાદ ઓર્થોપેડીક હોસ્પીટલ સામે હાલ રહે.નવસારી નાસતો ફરતો હોય તેને તથા આરોપી જયાબેન વા/ઓ મુકેશભાઇ કાનજીભાઇ સોલંકી રહે.લખતર જી.સુરેંદ્રનગર છેલ્લા ત્રણ વર્ષથી નાસતી ફરતી હોય જેઓને આજ રોજ તા.૦૯/૧૨/૨૦૧૮ ના રોજ મળેલ બાતમી હકિકત આધારે અલગ અલગ ટીમોએ ઝડપી પાડી મજકુર ત્રણેય આરોપીઓને અટક કરી ધોરણસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે તેમજ બોટાદ પો.સ્ટ ના ગુંહામાં  નાસતા ફરતા આરોપી રાકેશભાઇ જવાભાઇ પાવી રહે.માતવા તા.ગરબાડા જી.દાહોદ વાળાને ગુન્હાના કામે કબ્જો મેળવવા બોટાદ પો.સ્ટેના પોલીસ સબ.ઇન્સ. બી.એલ.રાવલ નઓને  પોલીસ સ્ટાફ સાથે રવાના કરી તજવીજ હાથ ધરવામાં આવેલ છે. તેમજ બોટાદ ગુન્હામાં નાસતા-ફરતા  આરોપી  ગીરીશ મનસુખભાઇ મકવાણા નાઓને ગુન્હામાં  સમાધાન થતા નામ.કોર્ટ દ્વારા ફેંસલ કરવામા આવતાનામ.કમી.કરવા તજવીજ કરવામાં આવેલ છે.

તેમજ એલ.સી.બી શાખા બોટાદ જીલ્લાના પો.ઇન્સ  એચ.આર.ગોસ્વામી નાઓ દ્વારા એલ.સી.બી સ્ટાફ સાથે આ ઝુંબેશ અંતર્ગત બોટાદ પો.સ્ટેના ગુન્હામાં ઘણા સમયથી નાસતો ફરતો આરોપી બાબુભાઇ ઉંમરભાઇ ઉર્ફે ઉમરશા હાજીશા શાહમદાર ઉર્ફે બાપુશા ઉર્ફે પાપુશા રહે. વંથલી જી.જુનાગઢ હાલ રહે.ગુંજાર તા.ધંધુકા જી.અમદાવાદ વાળાને ખાસ હકિકત આધારે તા.૦૮/૧૨/૨૦૧૮  ના રોજ પકડી ધોરણસર અટક કરી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવેલ છે આમ છેલ્લા ઘણા વર્ષોથી નાસતા ફરતા વોન્ટેડ ત્રણ આરોપીઓને પકડી પાડવામાં મોટી સફળતા મળેલ છે

Previous articleસમસ્ત હિન્દુ ધોબી સમાજ સમુહ લગ્ન યોજાયો
Next articleપ્રોહીબીશનના બે ગુન્હાઓમાં મહિલા આરોપીને ઝડપી લેતી એસઓજી