શિશુવિહારમાં મોરારિબાપુ  હસ્તે વિશિષ્ટ નાગરિકનું સન્માન

991

લોકસેવક માનભાઈ ભટ્ટની પુણ્ય સ્મૃતિમાં ર૮મો નાગરિક સન્માન એવોર્ડ આજે શિશુવિહારમાં અર્પણ કરવામાં આવ્યો. ગુજરાતી ઓળખ સમાન પરમ આદરણીય મોરારિબાપુની નિશ્રામાં રવિવારે શિશુવિહાર પ્રાંગણમાં યોજાયેલ સન્માન સમારોહમાં સૌરાષ્ટ્રમાંથી કૃષ્ઠ રોગનું નિર્મુલન કરનાર પદ્મ જામનગર સ્થીત ડો. આચાર્ય તેમજ સુપ્રસિધ્ધ સાહિત્યકાર પ્રદીપજીના અમર વારસાને ગરીબો વચ્ચે જીવતં રાખનાર તેમજ અહર્નિશ સેવાવૃત્ત મુંબઈથી મિતુલબહેન પ્રદિપનું પુજય બાપુના વરદ હસ્તે રૂપિયા ૩૩૦૦૦ની રાશિ, મોમેન્ટોત થા ખેસ અર્પણથી અભિવાદન કરવામાં આવ્યું હતું.

સંસ્કૃત અને સેવાના ધામ તરીકે જાણીતા ભાવનગરના માનવીય મુલ્યોને કાળજી લેતા શિશુવિહાર સંસ્થાન સ્થાપક માનભાઈ ભટ્ટની સ્મૃતિમાં સતત ર૮ના વરસે એનાયત થયેલ એવોર્ડ અંતર્ગત વાળકુડથી ૩૦૦૦ દિકરીઓને શિક્ષણ સાથે જોડી નઈ તાલીમની સુવાસ વિસ્તારનાર નાનુભાઈ શિરયોનું શ્રેષ્ઠ શિક્ષક તરીકે તેમ મુસ્લિમ સ્ત્રીઓ પરત્વે વિશેષ સામાજિક સૌહાર્દથી સ્વાસ્થ્ય શિક્ષણ માટે સેવાવૃત્ત અમદાવાદ સ્થિત પ્રાધ્યાપક ડો. દેવિન્દ્રાબહેન શાહનું  બાપુના કર-કમળથી અભિવાદન કરવામાં આવ્ય્‌. કઠિન પરિસ્થિતિમાં અનન્ય સંઘર્ષ વેઠી કચ્છના રણમાં ૧૪૦૦થ્‌ વધુ પરિવારોમાં ભાીતગળ ભરતકામને જીવંત રાખનાર અમિબહેન શ્રોફનું યશસ્વી મહિલા તરીકે અભિવાદનને શ્રોતાઓએ સહર્ષ વધાવી લીધેલ

નરિંતર પ્રતિકારભર્ય્‌ પુરૂષાર્થ કરતા સહી પ્રુભ પ્રિત્યર્થે જનજની નિસ્વાર્થ સેવા કરતા નાગરિકોના સન્માનનો ઉપક્રમ શિશુવિહાર સંસ્થાને છેક ૧૯૯૧થી જાળવી રાખ્યો જે શહેરની સંસ્કારિતા માટે શિરમોર બન્યું છે ત્યારે ગુજરાતમાં મુઠી ઉચેરા લોક-સેવકોના સન્માનનેબીરદાવતા પુજય મોરારિબાપુએ હર્ષની લાગણી વ્યકત કરતા સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી સહુને આવકારી તુલસી પત્રરૂપે ૧૧,૦૦૦/-નો પુરસ્કાર આપવામાં આવેલ.

ભાવનગર સુગમ ગાયક સ્વાતિબહેન પાઠકની પ્રાર્થના પ્રસ્તુતીની પ્રારંભાયેલ કાર્ય્ક્રમનું સંચાલન પ્રાધ્યાપક ડો. છાયાબહેન કર્યું હતું. જયારે આભાર દર્શન સંસ્થાના મંત્રી ડો. નાનકભાઈ ભટ્ટે કર્યું હતું.

Previous articleશહેરમાં પલ્સ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિ. અને મહાદેવ ફાર્મસી વીપેથ લેબનો પ્રારંભ
Next articleતા.૧૦-૧૧-ર૦૧૮ થી ૧૬-૧૨-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય