પેપર લીક કૌભાંડઃ દિલ્હી ગેંગના વધુ ૨ વ્યક્તિની ધરપકડ

801

લોકરક્ષક દળના પેપર લીક થવાનો કૌભાંડમાં અનેક ખુલાસાઓ થઇ રહ્યા છે. ગુજરાત પોલીસ દ્વારા અનેક આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે આજે ગુજરાત વધુ બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં હજી પણ વધુ આરોપીઓની ધરપકડ થઇ શકે છે. જ્યારે પોલીસના જણાવ્યા મુજબ પેપર લીક કાંડમાં હજી એક આરોપી મઘ્યપ્રદેશ ખાતેથી લાવવામાં આવશે અને તેની ધરપકડ કરવામાં આવશે. વિનય માથુર અને બીજો અશોક શાહુ નામના બે મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે.પોલીસ દ્વારા આપાવામાં આવેલી માહતી અનુસાર અમદાવાદના આશ્રમ રોડ પર આવેલી ૨૮ તારીખે વાઇસ પ્રેસીડેન્ટ નામની હોટલમાં એક માટીંગ થઇ હતી. જેમાં નિલેશ દિલીપભાઇ ચૌહણ, વડોદરા  તથા સુરેશ કુમાર ડાહ્યાલાલ પંડ્યા, નવા નરોડ અમવાદ, તથા અશ્વિન કુમાર પરમાર, સક્રોઇ અમદાવાદ,  આ તમામ લોકો દિલ્હીની પેપર લીક કરતી ગેંગના લોકોને મળી પેપર લીક કરવાનું અને પૈસા કમાવાનું કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશથી અટકાયત કરવામાં આવેલા આરોપી પાસેથી પૂછપરછ દરમિયાન બીજા અન્ય ખુલસાઓ થાય તેવી પણ શક્યતાઓ છે. દિલ્હીમાં અમુક લોકેશનની વિગતો તથા સીસીટીવીને એફએસએલમાં મોકલી આપવામાં આવ્યા છે. મહત્વનું છે, કે પેપર લીક કૌંભાડમાં પોલીસની અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે દિલ્હી, ગુડગાવ અને રાજસ્થાન આરોપીઓ સાથે મકલવામાં આવ્યા હતા. પેપર લીક મામલે આખું ષડયંત્ર કેવી રીતે રચાયું, ક્યાં તે લોકો રોકાય હતા, ત્યાં તેઓ કોને કોને મળ્યા હતા અને કયા વાહોનોનો ઉપયોગ કર્યો હતો તેની ચકાસણી કરી હતી. પોલીસે મહિસાગરના વીરપૂરથી આરોપી યશપાલની ધરપકડ કરી હતી. ત્યારે યશપાલની સાથે પોલીસે ઇન્દ્રવદન અને રાજેન્દ્ર વાઘેલાની પણ ધરપકડ કરી છે. ગાંધીનગર જિલ્લા પોલીસ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં યશપાલ, ઇન્દ્રવદન પરમાર અને રાજેન્દ્ર વાઘેલાના તાર કેવી રીતે જોડાયા છે. દિલ્હી કોણ ગયું હતું અને પેપર કેવી રીતે થયું કે તમામ વિગતોનો ખુલાસો કર્યો છે.

Previous articleબાબરા નગરપાલિકા દ્વારા વેરો ન ભરતા મોબાઇલ કંપનીના ટાવરો સીલ
Next articleઅગ્નિ-૫ મિસાઈલનું સફળરીતે પરીક્ષણ