લોકોમાં જાગૃતિ આવે તો જ ડેન્ગ્યુ, મેલરિયા અને અન્ય પાણીજન્ય રોગો અટકાવી શકાય : પરબત પટેલ

822

ડેન્ગ્યુ, મેલરિયા અને અન્ય પાણીજન્ય રોગો કેવી રીતે ફેલાય છે, તે અંગેની સામાન્ય લોકોમાં જાગૃતિ આવે તે ખૂબ જ જરૂરી છે અને તો જ ડેન્ગ્યુ, મેલરિયા અને પાણીજન્ય રોગોની વધતી જતી માત્રા ખૂબ જ ઝડપી અટકાવી શકીશું, તેમ આજરોજ ડિસ્ટ્રીક હેલ્થ મિશન બેઠકમાં ગાંધીનગર જિલ્લા પ્રભારી અને જળસંપત્તિ રાજય મંત્રી પરબતભાઇ પટેલે જણાવ્યું હતું.

આ બેઠકમાં રજૂ થયેલા પ્રેઝેન્ટેશનમાં જિલ્લામાં આરોગ્યક્ષેત્રે થયેલ ઉમદા કામગીરી બદલ જિલ્લા આરોગ્ય તંત્રની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતાં રાજય મંત્રી પરબતભાઇ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ અને આરોગ્ય એ એવા ક્ષેત્રો છેકે જેમાં ગુણવત્તાયુકત કામગીરી ખૂબ જ જરૂરી છે. આ બન્ને ક્ષેત્રે કામ કરનાર વ્યક્તિએ હમેંશા સંવેદશીલતા અને મદદની ભાવના સાથે પોતાની ફરજ બજાવી જોઇએ. તેમણે જિલ્લામાં હાથ ધરાયેલ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ કામગીરીની વિગતો જાણી આ કામગીરી ખૂબ તકેદારી પૂર્વક કરવા તેમજ આયુષ્યમાન ભારત, મા અમૃતમૂ, મા વાત્સલ્ય જેવી આરોગ્ય વિષયક વિવિધ યોજનાઓની જાણકારી જિલ્લાના તમામ નાગરિકને મળી રહે તે વાત પર પણ ખૂબ ભાર મુક્યો હતો.

બેઠકના પ્રારંભે જિલ્લા કલેકટર એસ.કે.લાંગાએ પ્રભારી મંત્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કલેકટર એસ.કે.લાંગાએ કરી ગાંધીનગર જિલ્લાએ મિઝલ્સ રૂબેલા કેમ્પેઇનમાં ૧૦૨ ટકા કામગીરી કરીને રાજયનો શ્રેષ્ઠ જિલ્લો બન્યો તેમ જણાવી જિલ્લામાં થયેલ આરોગ્ય ક્ષેત્રેની વિવિધ કામગીરીની વિસ્તૃત વિગતો રજૂ કરી હતી.

આ પ્રસંગે જિલ્લાના સી.ડી.એચ.ઓ. ર્ડા. સોલંકીએ બેઠકમાં ગાંધીનગર જિલ્લાની આરેાગ્ય ક્ષેત્રે થયેલી કામગીરીનું એક પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર જિલ્લામાં કુપોષણ મુક્ત ગુજરાત મહાઅભિયાન ફેઝ-૪ અન્વયે ૧,૪૭,૨૯૮ બાળકોનું સ્કીનીંગ કરવામાં આવ્યું હતું. જેમાં ૩૩૯ એસએએમ અને ૩૮૫૩ એમએએમ બાળકો મળ્યા છે. તે ઉપરાંત કન્સ્ટ્રકશન સાઇટમાં મેલેરિયા માટે ૫ હજારથી વધુ મજુરોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. મિઝલ્સ રૂબેલા કેમ્પેઇનમાં ૧૦૨ ટકા અને જન્મ – મરણ નોંધણીમાં ૧૦૦ ટકા કામગીરી કરવામાં આવી છે. નવેમ્બર, ૨૦૧૮ના અંતિત ચિરંજીવ યોજનામાં ૩૯૪, જનની સુરક્ષા યોજનામાં ૧૯૯૬, બાલસખા યોજનામાં ૧૩૦૭, કસ્તુરબા પોષણ સહાય યોજનામાં ૨૭૫૦ અને જનની શિશુ સુરક્ષા કાર્યક્રમમાં ૩૩૮૩ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો છે. આ તમામ યોજના અંતર્ગત ૧૨૭ લાખથી વધુની સહાયની રકમ ચુકવવામાં આવી છે. મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ ૩૮,૯૫૮, મુખ્ય મંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ ૯૫,૩૭૨ કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે. તે ઉપરાંત ૪૭૪ સીનીયર સીટીઝન્સ કાર્ડઅને૫૦ કર્મયોગી કાર્ડ કાઢી આપવામાં આવ્યા છે. આયુષ્માન ભારત  પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારના ૫૬,૭૩૪, શહેરી વિસ્તારના ૧૭,૪૯૬, ગાંધીનગર મહા નગર પાલિકા વિસ્તારમાં ૮,૧૭૮ મળી કુલ- ૮૨,૪૦૮ કુટુંબોને આવરી લેવામાં આવ્યા છે. તેમજ ગોલ્ડન કાર્ડ ૯,૨૬૦ આપવામાં આવ્યા છે. નવેમ્બર અંતિત સુધીમાં ૨,૯૫,૨૩૯ લોહીના નમૂના તપાસતા માત્રા ૧૯૦ વ્યક્તિઓને મેલેરિયા હતો. ડેન્ગ્યુના ૩૧૧ કેસો નવેમ્બર, ૨૦૧૮ અંતિત જોવા મળ્યા હતા. પરંતુ જિલ્લામાં કોઇનું ડેન્ગ્યુથી મરણ થયું નથી. ૧,૪૪૦૮ લોકોના મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યું છે. ૨૪૧૧ બાળકોન ચશ્મા આપવામાં આવ્યા છે.

Previous articleપેપર લીક : વિનીત માથુર અને અશોક સાહુ અંતે રિમાન્ડ ઉપર
Next articleસ્વચ્છતા સર્વેક્ષણને લઈને મનપાનો ૪ર શૌચાલય ર૪ કલાક ખુલ્લા રાખવા નિર્ણય