લાઠી શહેરમાં આઈ પંથ ધર્મગુરુ દીવાન સાહેબનો સંદેશ એક બનો નેક બનો

784

લાઠી  શહેરમાં સમસ્ત ભાડેરૂ ભાયો આયોજિત ત્રિદિવસીય ધમોત્સવની ભવ્ય શોભાયાત્રા હર્ષોઉલ્લાસ સાથે શહેરના મુખ્ય માર્ગો પર ફરી દરેક સમાજ દ્વારા આઈ પંથ ધર્મ ગુરુ દીવાન સાહેબ માધવસિંહજીનું ભવ્ય બહુમાન સામાજિક સંવાદિતાના દર્શન કરાવતી એકતા.

આઈ માતાજી પંથના ધર્મગુરૂ દીવાન સાહેબ માધવસિંહજી છોટે દીવાન લખમણસિંહજી એવમ જતી પ્રેમાબાબા  સહ પરિવાર  પ્રતિષ્ઠા પ્રસંગે પધારતા સમસ્ત ભાડેરૂ ભાઈઓમાં આનંદો.

આઈ પંથ ના ધર્મગુરૂ દીવાન સાહેબ માધવસિંહજી અને છોટે દીવાન લખમણસિંહજી સહિત ધર્મ પુરુષોનું ઉષ્મા ભર્યું સ્વાગત ભવ્ય સામૈયાથી કરાયું પાંચ હજારથી વધુની જન મેદની ગદગદિત કરતી ગરિમા સાથે ધર્મગુરુઓને સત્કારતા ભાડેરૂ ભાઈ ઓ માં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો.

લાઠી સમસ્ત ભાડેરૂ ભાઈ ઓ દ્વારા દીવાન સાહેબને સત્કારવા શોભાયાત્રા સત્કાર ધર્મસભા દિવ્ય પ્રવચન ઉપદેશ મંદિર પ્રતિષ્ઠા ભજન ભોજન સંતવાણી સહિત અનેક વિધ ત્રિદિવસીય ધર્મોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં આઈ માતાજી પંથના અનુયાયીઓની ઉપસ્થિતિ જોવા મળી હતી ધર્મગુરુ દીવાન સાહેબ માધવસિંહજીનું મનનીય પ્રવચન રાષ્ટ્રીય મૂળ પ્રવાહ એકતાની હિમાયત વ્યસન કુરિવાજો અંગે માર્મિક ટકોર કરાય હતી.

લાઠી શહેરમાં ભાડેરૂ ભાઈઓ આયોજિત ત્રીદિવસીય ધમોત્સવમાં આઈ પંથના ધર્મગુરૂ માધવસિંહજીની શોભાયાત્રાનું દરેક સમાજ દ્વારા સ્વાગત સામાજિક સંવાદિતાના દર્શન કરાવતું બહુમાન  માધવસિંહજીનું મનનીય વક્તવ્ય એક બનો નેક બનોનો સંદેશ સાત્વિક આહાર જ વિચાર પ્રદાન કરે છે વ્યસન મુક્તિની હિમાયત સાથે શિક્ષિત બનોનો સંદેશ આપ્યો હતો.

Previous articleવરતેજમાં કોંગ્રેસ દ્વારા વિજયોત્સવ
Next articleઘોઘા-દહેજ રોપેક્ષ, ઘોઘા- હજીરા પેસેન્જર સર્વિસ શરૂ કરવા માંગ