જાળીયા નજીક અકસ્માતમાં બેના મોત

1738

ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના જાળીયા ગામ નજીક આજે સવારે ખાનગી લકઝરી બસ અને ટ્રેકટરના ધડાકાભેર અકસ્માત થતા બે વ્યક્તિના મોત થયા હતાં. અને છ વ્યક્તિને ઈજા થતા તેઓને સારવાર માટે ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડાયા હતા જયારે બનાવના પગલે હાઈ-વે પર ટ્રાફીક જામ સર્જાયો હતો.

ભાવનગર જીલ્લામાં અકસ્માતનો સલસીલો આજે બીજા દિવસે પણ યથાવત રહ્યો હતો ગઈકાલે વલ્લભીપુર પાસે નાળામાં બસ ખાબકતા પાંચ વ્યક્તિના મોત બાદ આજે જાળીયા નજીક ટ્રેકટર અને લકઝરી વચ્ચે થયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત થતા ગમગીની છવાઈ હતી.

અકસ્માતના બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જિલ્લાના .મરાળા તાલુકાના જળીયા ગામ નજીક ખાનગી ટ્રાવેલ્સની લકઝરી બસ નં. જી.જે.જે બીટી ૦૪૩ર અને ટ્રેકટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ટ્રેકટરમાં સવાર મુળ બિહારના અને હાલ જાળીયા – ઉમરાળા ખાતે રહેતા ઉપેન્દ્રસિંહ અને વિશવાસકુમાર નામના બે શ્રમિક યુવાનોને ઉથલી પડતા ગંભીર ઈજા થતા તેઆોના ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજયા હતાં જયારે ટ્રેકટરના ચાલક ધર્મેન્દ્રકુમાર શંકરભાઈ યાદવ (ઉ.વ.૩૦) સહિત છ વ્યકિતને નાની-મોટી ઈજા થતા તેઓને સારવાર માટે ૧૦૮ મારફત હોસ્પિટલ ખસેડાયા હતાં.

આ બનાવની જાણ થતા ઉમરાળા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો.  અને અકસ્માતના બનાવની તપાસ હાથ ધરી જરૂરી કાગળો કરી ટ્રાફીક હળવો કર્યો હતો. અકસ્માતના બનાવ અંગે ટ્રેકટર ચાલક ધર્મેન્દ્રકુમારે લકઝરી બસના ચાલક વિરૂધ્ધ ઉમરાળા પો.સ્ટે.માં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પીએસઆઈ આર.પી. ચુડાસમાં ચલાવી રહ્યા છે.

Previous articleસેવા સદનની શુભેચ્છા મુલાકાતે આવેલા જામનગર  મહાપાલિકાના મેયર જેઠવા
Next articleભાજપની નીતિ રીતીને લોકોએ જાકારો આપ્યો છે – રાજેશ જોશી