અમે સરકાર બનાવી રહ્યા છીએ, ભાજપને જોડતોડ કરવા નહી દઇએ : સચિન પાયલોટ

934

રાજસ્થાનમાં ચૂંટણીના ટ્રેંડથી ઉત્સાહિત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું કે આ વખતે રાજસ્થાનમાં ભાજપને જોડતોડ કરવા દઇશું નહી. તેમણે કહ્યું કે તે બિન કોંગ્રેસી પક્ષોની સાથે ટચમાં છે, જે પણ લોકો અથવા પક્ષ ભાજપના વિરોધમાં છે, તે તેમની સાથે સંપર્ક જાળવી રાખશે. તેમણે કહ્યું કે રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર બનાવવા જઇ રહી છે. સચિન પાયલોટે પત્રકારો સાથે વાતચીતમાં કહ્યું કે રાજસ્થાન જ નહી, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં લોકોએ ભાજપની નીતિઓ અને રાજકારણ વિરૂદ્ધ વોટ આપ્યા છે. તમામ રાજ્યોમાં ભાજપની નીતિઓ નોટબંધી, જીએસટી, મહિલાઓ વિરૂદ્ધ અત્યાચાર વિરૂદ્ધ વોટ પડ્‌યા છે.

Previous articleવિધાનસભા ચૂંટણી પરિણામ : મોદી રાજમાં કોંગ્રેસે પ્રથમવાર ભાજપ પાસેથી છીનવી સત્તા
Next articleમોદીએ જનતાનો વિશ્વાસઘાત કર્યો તેનું આ પરિણામ છે : રાહુલ