પૂર્વ કોચ રમેશ પવારે મહિલા ક્રિકેટ ટીમના કોચ પદ માટે અરજી કરી

802

ટી૨૦ કેપ્ટન હરમનપ્રીત કૌર અને વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાના સમર્થન બાદ રમેશ પોવારે મંગળવારે ફરી એકવાર મહિલા ક્રિકેટ ટીમના કોચ પદ માટે અરજી કરી છે.

મહિલા કોચના રૂપમાં પોવારના વિવાદાસ્પદ કાર્યકાળનો અંત ૩૦ નવેમ્બરે થયો હતો. ૪૦ વર્ષીય પૂર્વ ભારતીય સ્પિનરે પીટીઆઈને જાણકારી આપી કે, તેણે અરજી કરી છે.

પોવારે કહ્યું, મેં અરજી કરી છે કારણ કે, સ્મૃતિ અને હરમનપ્રીતે મારૂ સમર્થન કર્યું અને હું અરજી ન કરીને તેને નિરાશ કરવા ઈચ્છતો નથી. પોવારના માર્ગદર્શનમાં ભારતીય ટીમ ગત મહિને ટી૨૦ વર્લ્ડ કપના સેમિ ફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે હારી ગઈ હતી. પોવાર અને હરમનપ્રીત સહિત ટીમ મેનેજમેન્ટે નોકઆઉટ મેચમાં સીનિયર ખેલાડી મિતાલી રાજને બહાર રાખવાનો નિર્ણય કર્યો હતો, જેના પર ખૂબ વિવાદ થયો હતો.

Previous articleકોહલીએ ફિલ્ડ સેટિંગ પર થોડોક વિચાર કરવો જોઈએઃ ઇયાન ચેપલ
Next articleઆશા રાખીશ કે કોઈની પણ સાથે સ્ટિવ અને વોર્નર જેવું વર્તન ન થાયઃ કોહલી