પત્નીઓને તરછોડી દેવા બદલ સરકારે ૩૩ એનઆરઆઈ પતિઓનાં પાસપોર્ટ રદ કર્યા

559

પોતાની પત્નીઓને તરછોડી દેવા બદલ ભારત સરકારે ૩૩ બિન-રહેવાસી ભારતીયો (એનઆરઆઈ)નાં પાસપોર્ટ રદ કરી નાખ્યા છે. મહિલાઓ તથા બાળ વિકાસ મંત્રાલયે  આ જાણકારી આપી છે. ઈન્ટીગ્રેટેડ નોડલ એજન્સીને આ કિસ્સાઓમાં તપાસ કરવાની ફરજ પાડવામાં આવી છે. એણે ભાગેડૂ પતિઓ માટે લૂક-આઉટ સર્ક્યૂલર (નોટિસો) જારી કરી છે. વિદેશ મંત્રાલયે એવા ૩૩ એનઆરઆઈ પતિઓનાં પાસપોર્ટ રદ કરી નાખ્યા છે.મહિલા અને બાળવિકાસ મંત્રાલય એક વિગતવાર પ્રસ્તાવ કેન્દ્રીય પ્રધાનમંડળ સમક્ષ એની મંજૂરી માટે મૂકશે, જેમાં એનઆરઆઈ દ્વારા લગ્ન કરાય તો એક અઠવાડિયામાં જ ફરજિયાત રજિસ્ટ્રેશન કરાવવા સહિતના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહિલા અને બાળવિકાસ મંત્રાલય તથા નેશનલ કમિશન ફોર વીમેન, એનઆરઆઈ લગ્નોમાં મહિલાઓનું રક્ષણ થાય એ માટે દરેક સંભવિત પગલાં લઈ રહ્યાં છે.

એનઆરઆઈ દ્વારા લગ્નોમાં પત્નીઓને તરછોડી દેવાનાં કિસ્સાઓ એક ગંભીર સમસ્યા છે અને આ પહેલી જ વાર મહિલાઓ અને બાળવિકાસ મંત્રાલય, વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલય સાથે મળીને કામ કરી રહ્યાં છે.

Previous articleમારા વિરુદ્ધ ઈડીની કાર્યવાહી રાજકારણથી પ્રેરિત છે : વાડ્રા
Next articleરાજસ્થાનમાં મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય આજે : સહમતિ ન સધાઈ