ઝરીન ખાનની કારે ટક્કર મારતા બાઇક સવારનું મૃત્યુ

1139

હોનહાર અભિનેત્રી ઝરીન ખાનની કાર સાથે ગોવામાં એક બાઇક સવાર ટકરાઇ જતાં એને ગંભીર ઇજા સાથે ઝરીન હૉસ્પિટલમાં લઇ ગઇ હતી પરંતુ બાઇક સવાર બચ્યો નહોતો એવી માહિતી મળી હતી.

ગોવા પોલીસે આપેલી માહિતી મુુજબ બાઇક સવારે હેલ્મેટ પહેરી નહોતી. ઝરીનની કાર સાથે ટકરાયા બાદ એનું માથું રોડ ડિવાઇડર સાથે અફળાયું હતું અને હૉસ્પિટલ સુધી પહોંચે એ પહેલાં એ મરણ પામ્યો હતો.

તેમાં ઝરીનને પણ ઈજા પહોંચી છે. હાલ તેને પણજીની એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. આ ઘટના બુધવારે સાંજે લગભગ ૬.૩૦ વાગે બની હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ઝરીન રજાઓ મનાવવા માટે ગોવા આવી છે. સાંજે જયારે તે કારમાં ફરવા જઈ રહી હતી. ત્યારે સામેથી એક બાઈક સવારે આવીને કારને અથડાયો હતો. અકસ્માતમાં ઘટના સ્થળે જ બાઈક ચલાવી રહેલા નિતેશ ગોરલ (૩૦)નું મૃત્યુ થયું હતું.

Previous articleમાધુરી એવોર્ડ સમારંભમાં સ્વ. શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપશે
Next articleસાકેત સાવનીએ અદિતિ ગુપ્તા અને કબીરના લગ્નની શુભેચ્છા આપી!