પર્થની પીચ પર ઘાસ રહેવા દેવાય તેવી ઈચ્છા : કેપ્ટન વિરાટ કોહલી

759

પર્થમાં ઓસ્ટ્રેલિયા સામે રમાનારી બીજી ટેસ્ટ મેચ પહેલા ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યુ છે કે પર્થની પીચ પર ઘાસ છે અને અમે ઈચ્છીએ છે કે આ ઘાસ રહેવા દેવામાં આવે. ઓસ્ટ્રેલિયાએ પહેલી ટેસ્ટમાં હાર બાદ ભારત પર હાવી થવા માટે પર્થ પીચને ખાસ ફાસ્ટ બોલરોને મદદરુપ થાય તેવી બનાવડાવી છે પણ ભારતીય કેપ્ટને આપેલા પ્રત્યાઘાત કદાચ એવા છે જેની કાંગારુઓને આશા નહી હોય. કોહલીએ કહ્યુ હતુ કે લાઈવ પીચ જોઈને અમે પરેશાન નથી બલ્કે વધારે ઉત્સાહમાં છે. કારણ કે અમારી પાસે એવો બોલિંગ એટેક છે જે વિરોધી ટીમને ટેસ્ટમાં બે વખત આઉટ કરવા સક્ષમ છે. આશા છે કે હવે પીચ પરતી ઘાસ નહી હટાવાય. અમે બહુ પોઝિટિવ માનસિકતા સાથે મેદાન પર ઉતરીશું. કોહલીએ કહ્યુ હતુ કે જો બોલરો પોતાનો રોલ સરખી રીતે અદા ના કરી શકે તો મોટો સ્કોર કરવાનો અર્થ રહેતો નથી. જ્યારે તમે ૨૦ વિકેટ ઝડપી શકતા હોય તો જ જીત માટે દાવેદારી કરી શકો છો.

Previous articleસાકેત સાવનીએ અદિતિ ગુપ્તા અને કબીરના લગ્નની શુભેચ્છા આપી!
Next articleવીવીએસ લક્ષ્મણે મારા કરિયરને બચાવ્યું :ગાંગુલી