પાંચ રાજ્યોની પછડાટ છતાં સરકાર એક વર્ષના શાસનની ઉજવણી કરશે

555

ગુજરાતમાં ૨૦૧૭ની ધારાસભાની ચૂંટણીમાં વિજય બાદ રાજયમાં રૂપાણી સરકાર ૨૬ ડીસેમ્બર ૨૦૧૮ના રોજ શાસનનું એક વર્ષ પુરુ કરી રહી છે તેની એક સપ્તાહ લાંબી ઉજવણી કરવામાં આવશે. ગઈકાલે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉજવણી નાતાલ તા.૨૫ ડીસેમ્બરથી શરૂ થશે અને તા.૩૧ ડીસેમ્બર સુધી ચાલશે.

આ માટેના કાર્યક્રમો નિશ્ર્‌ચિત કરવા અને આયોજન ગોઠવવા રાજયના સીનીયર મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ પદ હેઠળ કમીટીની રચના કરવામાં આવી છે. જેમાં મહેસુલ મંત્રી કૌશીક પટેલ વન પર્યાવરણ મંત્રી ગણપત વસાવા ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજા સભ્ય તરીકે રહેશે.

આ ઉપરાંત રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંઘ, અશ્વિની કુમાર (મુખ્યમંત્રીના સચિવ) અને માહિતી પ્રસારણ મંત્રાલયનો હવાલો પણ તેમની પાસે છે. તેઓને રાજય સરકારની સિદ્ધિઓની એક યાદી તૈયાર કરવા જણાવાયુ છે અને તા.૨૬ના એક મુખ્ય આયોજન થશે. આ ઉપરાંત તમામ જીલ્લા મહાનગર સ્તરે પણ આ આયોજન કરવામાં આવશે.

Previous articleપાઠ્ય પુસ્તક મંડળનો વધુ એક છબરડો બહાર આવ્યો
Next articleACB દ્વારા અપ્રમાણસર મિલકતના કેસમાં ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ