કેવડિયામાં બનશે ’ઇકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ’ રેલવે સ્ટેશન, રાષ્ટ્રપતિ કરશે ભૂમીપૂજન

634

કેવડિયા કોલોની ખાતે ૨૦ કરોડના ખર્ચે ભારતનું અત્યાધુનિક આધુનિક અને ’ઇકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ’ રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. જેનું ૧૫ ડિસેમ્બરે બપોરે ૧ કલાકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ખાતમુર્હુત કરશે. જેની કામગીરી ૧૪ સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીથી માત્ર ૫ કિ.મી. દૂર બનનારા આ રેલવે સ્ટેશનથી પ્રદૂષણ ના થાય અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને નુકશાન ના થાય એ માટે તમામ કાળજી લેવામાં આવશે.

કેવડિયામાં બનશે દેશનું પ્રથમ ’ઇકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ’ રેલવે સ્ટેશન- રેલવે સ્ટેશનની છત પર ૨૦૦ કિલોવોટ વીજળી ઉત્પાદન કરતી સોલાર પ્લેટો લગાડવામાં આવશે.

રેઇન વોટર હાર્વેસ્ટિંગ અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઇકો વોટરલેશ બાથરૂમ, ઈસ્યુલેટેડ સીસા, દીવાલ બનાવાશે.

સ્ટેશન માસ્ટરની ઓફિસ, પ્રવાસીઓ માટે સામાન્ય પ્રતિક્ષા કક્ષ, વીવીઆઈપી પ્રતિક્ષા કક્ષ, વિદેશી પ્રવાસીઓ માટે લોન્જ બનાવવામાં આવશે.

નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને પ્રવાસીઓની ભીડ વધશે, જેથી પ્રવાસીઓ વધતા રેલવે સ્ટેશન બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલા પ્રવાસીઓના સવલત માટે ફોર લેન રોડ બનાવી દેવાયા છે અને ત્રણ એર ટ્રીપ રાજપીપળા ખાતે બનવા જઈ રહી છે અને હવે રેલવે જંક્શન પણ બનશે. જેમાં ૧૮ કિલોમીટરની ડભોઇથી ચાંદોદની બ્રોડગેજ લાઈનને ૩૨ કિ.મી. લંબાવી ચાંદોદથી સીધી કેવડિયા લઇ જવામાં આવશે. દેશના વિવિધ રેલવે સ્ટેશન જેવું જ આ સ્ટેશન બનાવવામાં આવશે.

Previous articleACB દ્વારા અપ્રમાણસર મિલકતના કેસમાં ભૂસ્તરશાસ્ત્રીની ધરપકડ
Next articleસેક્ટર-૧૫ની સરકારી વિનયન કોલેજમાં ટેબલેટનું વિતરણ કરાયું