સેક્ટર-૧૫ની સરકારી વિનયન કોલેજમાં ટેબલેટનું વિતરણ કરાયું

737

સરકારી વિનયન કોલેજ, સેક્ટર-૧૫, ખાતે નમો ઇ-ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતાં ૫૧૨ વિદ્યાર્થીઓને ટોકન ફી ૧૦૦૦ લઈને ટેબલેટ આપવામાં આવ્યા હતા.

કોલેજના આચાર્ય ડૉ.હિમ્મત ભાલોડીયા દ્વારા શિક્ષણમાં ટેબલેટનો ઉપયોગ કઈ રીતે કરી શકાય તે અંગે માહિતી આપવામાં આવી હતી.

નોડલ ઓફિસર મહેશ નંદાણિયા અને પ્રો.મયારામ પટેલ દ્વારા કાર્યક્રમનું આયોજન અને વિદ્યાર્થીઓને સરળતાથી ટેબલેટ મળી રહે તે માટે અધ્યાપકો દ્વારા મેહનત કરવામાં આવી હતી.

Previous articleકેવડિયામાં બનશે ’ઇકો ફ્રેન્ડલી ગ્રીન બિલ્ડીંગ’ રેલવે સ્ટેશન, રાષ્ટ્રપતિ કરશે ભૂમીપૂજન
Next articleવાઇબ્રન્ટ સમિટ ૨૦૧૯ની તડામાર તૈયારીઓ  : રોડ રીસર્ફેશ કરાશે