ઘોઘા-દહેજ રોપેક્ષ સેવાનો આજથી કરાશે પુનઃ પ્રારંભ

1015

ઘોઘા-દહેજ રોપેક્ષ સેવાનો શુક્રવારથી પ્રારંભ થનાર છે. આ સેવા મધદરિયે એન્જીનમાં ક્ષતિ સર્જાતા આ સેવા છેલ્લા ત્રણ સપ્તાહથી બંધ હતી.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજેકટ સમાન ઘોઘા-દહેજ રોયેલ સેવામાં વારંવાર વિધ્ન ચાલી રહ્યો છે. પ્રથમ તબકકામાં પેસેન્જર ફેરી સર્વિસ શરૂ કરવામાં આવ્યા બાદ રો-પેક્ષ સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ મધદરિયે શિપના એન્જીનમાં ક્ષતિ સર્જાતા આ સેવા સ્થગિત કરવામાં આવી હતી. શિપનું રીપેરીંગ કાર્ય પુર્ણ થતા બે સફળ ટ્રાયલ બાદ રોપેક્ષ સેવા શુક્રવારથી શરૂ થઈ જશે તેમ ઈન્ડીગો કંપનીના સી.ઈ.ઓ. ડી.કે.મનરાલે માહિતી આપી હતી. રો-પેક્ષ સેવા નિયમિત ચાલે તે માટે દરિયામાં કાયમી ધોરણે ડ્રેઝીંગ કરવાની જરૂરિયાત હોય, મેરીટાઈમ બોર્ડ દ્વારા કાયમી ધોરણે ડ્રેઝીંગ કાર્યવાહી કરવામાં આવે તો જ આ સેવા કાર્યરત રહેશે તેમ કંપનીના અધિકારીએ જણાવ્યું હતું.

 

Previous articleર૬મીએ બેંક કર્મચારીઓની દેશવ્યાપી હડતાલ : વાધાવાડીએ સુત્રોચ્ચાર કરાયા
Next articleમહુવાના ગુજરડાની સીમમાં સિંહે યુવકને ફાડી ખાધો